આ શો ૨૦૨૫ની ૧૬ જૂને શરૂ થયો હતો, પરંતુ એ અપેક્ષા કરતાં વહેલો સમાપ્ત થવાનો છે.
સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 4’
હર્ષદ ચોપડા અને શિવાંગી જોશી સ્ટારર સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 4’ ઓછા ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP)ને કારણે બંધ થવાની છે. આ શો ૨૦૨૫ની ૧૬ જૂને શરૂ થયો હતો, પરંતુ એ અપેક્ષા કરતાં વહેલો સમાપ્ત થવાનો છે. આ શોના લગભગ ૧૫૦ એપિસોડ ચલાવવાની યોજના હતી, પરંતુ ઓછા TRPને કારણે ૨૦૨૫ની ૧૯ સપ્ટેમ્બરે એનો અંતિમ એપિસોડ પ્રસારિત કરવામાં આવશે.

