દિશામાં આવેલો આ બદલાવ જોઈને ફૅન્સને ભારે આશ્ચર્ય થયું છે.
હાલમાં દિશાની એક તસવીર વાઇરલ થઈ છે જેમાં તે સજીધજીને કોઈ ફંક્શમાં હાજરી આપી રહી છે
ટેલિવિઝનનો લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં ૧૭ વર્ષથી લોકોનું દિલ જીતી રહ્યો છે. આ શોમાં દિશા વાકાણીએ દયાબહેનનું લોકપ્રિય પાત્ર ભજવ્યું હતું. દિશાએ ૨૦૧૭માં પ્રથમ પ્રેગ્નન્સી દરમ્યાન આ શોમાંથી મૅટરનિટી લીવ લીધી હતી અને તે ત્યારથી આ શોમાં જોવા નથી મળી. દિશા વાકાણી છેલ્લાં આઠ વર્ષથી શોમાં જોવા નથી મળી પણ આમ છતાં તેની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. દિશા અત્યારે તો બે સંતાનોની માતા બની ગઈ છે પણ તે જાહેરમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે તે જ્યારે જાહેરમાં દેખા દે છે ત્યારે તેની તસવીરો વાઇરલ બની જાય છે. હાલમાં દિશાનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે. બે બાળકોની માતા બન્યા બાદ તે ઘણી બદલાઈ ગઈ છે. હાલમાં દિશાની એક તસવીર વાઇરલ થઈ છે જેમાં તે સજીધજીને કોઈ ફંક્શમાં હાજરી આપી રહી છે. એ વખતે તેણે કૅમેરા તરફ હસતાં-હસતાં પોઝ આપ્યો હતો. દિશામાં આવેલો આ બદલાવ જોઈને ફૅન્સને ભારે આશ્ચર્ય થયું છે. દિશાના ફૅન્સને આશા હતી કે તે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબૅક કરશે, પણ એ થોડું મુશ્કેલ લાગે છે. શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ પણ દિશા કમબૅક માટે તૈયાર નથી એ વાતની પુષ્ટિ કરી છે તેમ જ શો માટે નવાં દયાબહેનની શોધખોળ ચાલી રહી છે.

