આ શો ગયા અઠવાડિયે પહેલા નંબર પર હતો પણ લેટેસ્ટ યાદીમાં એ ચોથા નંબર પર પહોંચી ગયો છે.
‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’
લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) પ્રમાણે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ ચોથા નંબર પર પહોંચી ગયો છે. આ શો ગયા અઠવાડિયે પહેલા નંબર પર હતો પણ લેટેસ્ટ યાદીમાં એ ચોથા નંબર પર પહોંચી ગયો છે. આ યાદીમાં પહેલા નંબર પર ‘અનુપમા’ છે અને એને ૨.૩ મિલ્યન ઇમ્પ્રેશન મળ્યા છે, જ્યારે બીજા નંબર પર ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ આવ્યો છે. આ યાદીમાં ત્રીજા નંબર પર ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ આવ્યો છે અને આ શોની વાર્તા લોકોને પસંદ પડી રહી છે. આ યાદીમાં પાંચમા નંબર પર ‘ઉડને કી આશા’ શો છે.

