હાલમાં આ કપલે શોએબની બહેન સબા ઇબ્રાહિમને તેના નવજાત દીકરા માટે ૫૧ લાખ રૂપિયાની એક ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી ગિફ્ટ કરી
ટેલિવિઝન કપલ શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કડ
ટેલિવિઝન કપલ શોએબ ઇબ્રાહિમ અને દીપિકા કક્કડ ફૅન્સમાં સારીએવી લોકપ્રિયતા ધરાવે છે. હાલમાં આ કપલે શોએબની બહેન સબા ઇબ્રાહિમને તેના નવજાત દીકરા માટે ૫૧ લાખ રૂપિયાની એક ઇન્વેસ્ટમેન્ટ પૉલિસી ગિફ્ટ કરતાં તેઓ ચર્ચામાં આવ્યાં છે. પોતાના વ્લૉગમાં શોએબ અને દીપિકાએ સબાના દીકરાના જન્મદિવસની ઉજવણીની ઝલક પણ બતાવી. તેમણે જણાવ્યું કે તેઓ તેને એવી ભેટ આપવા માગતાં હતાં જે તેના ભવિષ્ય માટે ઉપયોગી હોય અને આ પૉલિસી સબાના બાળકના ભવિષ્ય માટે લાંબા ગાળાના રોકાણ તરીકે રાખવામાં આવી છે જે તેને મોટા થયા પછી જ મળશે.

