આ શો પહેલા જ અઠવાડિયે સૌથી વધારે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) મેળવીને નંબર વન બની ગયો હતો
સ્મૃતિ ઈરાની
સ્મૃતિ ઈરાનીએ ટીવી-શો ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ દ્વારા નાના પડદે ધમાકેદાર કમબૅક કર્યું છે. આ શો પહેલા જ અઠવાડિયે સૌથી વધારે ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) મેળવીને નંબર વન બની ગયો હતો. જોકે આ સફળતા વચ્ચે સ્મૃતિ ઈરાની પર આરોપ લાગી રહ્યા છે કે તેઓ શોના દરેક એપિસોડદીઠ ૧૪ લાખ રૂપિયા જેટલી ફી લેતાં હોવા છતાં પોતાની જગ્યાએ બૉડી-ડબલનો ઉપયોગ કરી રહ્યાં છે.
રિપોર્ટ પ્રમાણે સ્મૃતિ ઈરાની ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ માટે અલગથી શૂટિંગ કરી રહ્યાં છે અને વીરાણી પરિવાર સાથેનાં દૃશ્યોમાં તેમના બૉડી-ડબલનો ઉપયોગ થઈ રહ્યો છે. દર્શકોએ આ બાબતને નોટિસ કરી છે અને તેઓ સોશ્યલ મીડિયામાં આ વાતની ચર્ચા કરી રહ્યા છે.

