Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ફિટ હોવા છતાં જસપ્રીત બુમરાહ નહીં રમે છેલ્લી ટેસ્ટ! BCCIની મેડિકલ ટીમે આપ્યું આ કારણ

ફિટ હોવા છતાં જસપ્રીત બુમરાહ નહીં રમે છેલ્લી ટેસ્ટ! BCCIની મેડિકલ ટીમે આપ્યું આ કારણ

Published : 30 July, 2025 11:51 AM | Modified : 31 July, 2025 06:55 AM | IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Jasprit Bumrah to miss Oval Test: ગુરુવારથી ઓવલ ખાતે શરૂ થનારી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહ રમશે નહીં; બીસીસીઆઈની મેડિકલ ટીમે વર્કલોડ મેનેજમેન્ટ આપ્યું કારણ

જસપ્રીત બુમરાહની ફાઇલ તસવીર

જસપ્રીત બુમરાહની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. જસપ્રીત બુમરાહ કમરની તકલીફને કારણે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં નહીં રમે
  2. બુમરાહની જગ્યાએ આકાશ દીપને ઓવલ ટેસ્ટમાં પ્લેયિંગ ૧૧માં અપાયું સ્થાન?
  3. જસપ્રીત બુમરાહની ગેરહાજરીથી ભારતીય ટીમને લાગ્યો ઝટકો

ભારત (India) અને ઇંગ્લેન્ડ (England) વચ્ચે ચાલી રહેલી તેંડુલકર-એન્ડરસન ટ્રોફી (Tendulkar-Anderson Trophy)ની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી (India-England Test Series)ની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ ગુરુવારે ૩૧ જુલાઈથી શ. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ને મોટપો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) છેલ્લી મેચ નહીં રમે.


તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ ભારત અને ઇંગ્લેન્ડ (India vs England, 5th Test) વચ્ચે આવતીકાલથી લંડન (London)ના ઓવલ સ્ટેડિયમ (The Oval Stadium)માં રમાશે. છેલ્લી અને કરો યા મરો મેચ પહેલા, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશે મોટા સમાચાર આવ્યા છે. રિપોર્ટ અનુસાર, બુમરાહ છેલ્લી ટેસ્ટમાં રમશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India – BCCI)ની મેડિકલ ટીમની સલાહ મુજબ, ફાસ્ટ બોલરની પીઠની સ્થિતિ અને તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.



જોકે, જસપ્રીત બુમરાહનું ન રમવું (Jasprit Bumrah to miss Oval Test) આશ્ચર્યજનક નથી. પહેલું મોટું કારણ એ છે કે, સતત રમવાની અસર માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test)માં બુમરાહ પર સ્પષ્ટપણે જોવા મળી હતી. તે જ સમયે, મેડિકલ ટીમ બુમરાહની પીઠની સ્થિતિ અને વર્કલોડ પર સતત નજર રાખી રહી હતી. ઇંગ્લેન્ડ જતા પહેલા પણ, પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરવામાં આવી હતી કે બુમરાહ ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટેસ્ટમાં રમ્યા પછી, તે બર્મિંગહામ (Birmingham)માં બીજી ટેસ્ટ રમ્યો ન હતો. ત્યારબાદ તેણે લોર્ડ્સ (Lords) અને માન્ચેસ્ટરમાં સતત બે ટેસ્ટ મેચ રમી.


બીસીસીઆઈની મેડિકલ ટીમે જસપ્રીત બુમરાહને આરામ આપવાની ભલામણ કરી છે. એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, ટીમ માને છે કે બુમરાહના વર્કલોડનું સંચાલન લાંબા ગાળે તેની ફિટનેસ જાળવી રાખવા માટે જરૂરી છે. આ નિર્ણય તેની પીઠની સલામતી અને લાંબા ગાળાની ફિટનેસને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

જો ભારત જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય લે છે, તો બોલિંગ લાઇનઅપમાં ફેરફાર થઈ શકે છે. ત્યારે મોટો પ્રશ્ન એ જ છે કે, જસપ્રીત બુમરાહની જગ્યાએ કોણ હશે ટીમમાં? બુમરાહની ગેરહાજરીમાં, ટીમ તેના સ્થાને કોને રમાડે છે તે જોવું રસપ્રદ રહેશે. અહેવાલો અનુસાર, ચોથી ટેસ્ટમાંથી બહાર રહેલા આકાશ દીપ (Akash Deep)ની વાપસી શક્ય માનવામાં આવે છે. ઈજામાંથી સ્વસ્થ થયેલ આકાશ દીપને ઓવલ ટેસ્ટ માટે ફિટ હોવાનું કહેવાય છે. જોકે આકાશ દીપની બોલિંગ લોર્ડ્સમાં ખાસ અસર દેખાડી શકી ન હતી, પરંતુ તેણે એજબેસ્ટન ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી, બંને ઇનિંગ્સમાં ૧૦ વિકેટ લીધી અને ભારતની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. પીઠના દુખાવાના કારણે ચોથી ટેસ્ટ ગુમાવનાર આકાશ દીપે ગઈકાલે પ્રેક્ટિસ પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

31 July, 2025 06:55 AM IST | London | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK