ઇંગ્લેન્ડે ભારત વિરુદ્ધ ઓવલમાં થનારી સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમના નિયમિત કૅપ્ટન બેન સ્ટોક્સ ઇજાગ્રસ્ત હોવાને કારણે બહાર થઈ ગયા છે. ઓલી પોપ છેલ્લી મેચમાં કૅપ્ટનશિપ કરશે.
બેન સ્ટોક્સ (ફાઈલ તસવીર)
ઇંગ્લેન્ડે ભારત વિરુદ્ધ ઓવલમાં થનારી સીરિઝની પાંચમી ટેસ્ટ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમના નિયમિત કૅપ્ટન બેન સ્ટોક્સ ઇજાગ્રસ્ત હોવાને કારણે બહાર થઈ ગયા છે. ઓલી પોપ છેલ્લી મેચમાં કૅપ્ટનશિપ કરશે.
ઇંગ્લેન્ડે ભારત વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ માટે પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. ટીમના કૅપ્ટન બેન સ્ટૉક્સ ઈજાને કારણે ઓવલમાં થનારી ટેસ્ટ મેચથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યા ઓલી પોપ ટીમની કમાન સંભાળશે. ઇંગ્લેન્ડની સિલેક્શન પેનલે ભારત વિરુદ્ધ ઓવલમાં થનારી સિરીઝમાં છેલ્લી ટેસ્ટ મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કર્યા છે.
ADVERTISEMENT
જમણા ખભાની ઈજાને કારણે કેપ્ટન બેન સ્ટોક્સ ઉપલબ્ધ નથી. બેન સ્ટોક્સ બેટ અને બોલથી શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડના કેપ્ટને 4 મેચમાં 304 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે માન્ચેસ્ટરમાં સદી પણ ફટકારી. સ્ટોક્સ આ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 4 મેચમાં 17 વિકેટ લીધી છે. સ્પિનર લિયામ ડોસન અને ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સ પણ ટીમમાં નથી. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ચાલુ સિરીઝમાં ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ચોથી મેચમાં સ્ટોક્સને ઈજા થઈ હતી, જેના કારણે તે અંતિમ મેચમાંથી બહાર થઈ ગયો હતો.
ઓવલ ટેસ્ટના ત્રીજા દિવસે બેટિંગ કરતી વખતે સ્ટોક્સને સ્નાયુઓમાં ખેંચાણનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે રિટાયર્ડ હર્ટ થયો હતો. જોકે, ઈંગ્લેન્ડની બેટિંગ લથડતી જોઈને તે બેટિંગ કરવા આવ્યો અને દિવસની રમતના અંત સુધીમાં 77 રન બનાવી લીધા હતા. બીજા દિવસે સ્ટોક્સે પોતાની ઇનિંગ આગળ ધપાવી અને 141 રન બનાવીને ઈંગ્લેન્ડને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું.
ચોથા દિવસે સ્ટોક્સે એક પણ ઓવર નાખી ન હતી, પરંતુ છેલ્લા દિવસે તેણે પોતે ઇંગ્લેન્ડ માટે બોલિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો. સ્ટોક્સે કુલ 11 ઓવર ફેંકી અને 33 રન આપીને કેએલ રાહુલની વિકેટ લીધી. ભારતે આ મેચ બચાવી અને ઇંગ્લેન્ડ મૅન્ચેસ્ટરમાં સિરીઝ જીતી શક્યું નહીં. સ્ટોક્સની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ હવે ઘરઆંગણે સિરીઝ જીતવાના પડકારનો સામનો કરશે.
ભારતે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો કરીને પાંચ મેચની સિરીઝ જીવંત રાખી છે. તેઓ પાંચમી મેચમાં સિરીઝ ડ્રૉ કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. તે જ સમયે, ઇંગ્લેન્ડની ટીમ પાસે સિરીઝ 3-1થી જીતવાની તક હશે. મૅન્ચેસ્ટરમાં, હારની અણી પર પહોંચ્યા પછી, ભારતે શાનદાર વાપસી કરી અને મેચ ડ્રો કરી, જે ચોક્કસપણે તેમનું મનોબળ વધારશે. પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ

