Raja Raghuvanshi Murder Case: ફિલ્મ ડિરેક્ટર અને રાજાના ભાઈ વિપિન રઘુવંશી વચ્ચે એક મિટિંગ થઇ હતી. જેમાં સ્ટોરી ફાઈનલ કરવામાં આવી છે
રાજા રઘુવંશી અને સોનમની ફાઈલ તસ્વીર
Raja Raghuvanshi Murder Case: આખા દેશમાં ચકચાર જગાવનાર રાજા રઘુવંશી મર્ડર કેસમાં હજી તપાસ ચાલી રહી છે ત્યાં સમાચાર મળી રહ્યાં છે કે આ કેસ પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે. આ કેસના દરેક પાસાંને દર્શાવનાર ફિલ્મ લોકો સુધી પહોંચવાની છે.
કોણ છે ડિરેક્ટર? શું ટાઈટલ છે ફિલ્મનું?
ADVERTISEMENT
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ફિલ્મ ડિરેક્ટર અને રાજાના ભાઈ વિપિન રઘુવંશી (Raja Raghuvanshi Murder Case) વચ્ચે એક મિટિંગ થઇ હતી. જેમાં સ્ટોરી ફાઈનલ કરવામાં આવી છે. આ ફિલ્મનું ટાઈટલ પણ નક્કી થઇ ગયું છે. અને તે છે - હનીમૂન ઇન શિલોંગ! ફિલ્મ ડિરેક્ટરે આ ફેમીલીની હિંમતને દાદ આપી હતી અને રાજા રઘુવંશી પર ફિલ્મ બનાવવાની મંજૂરી આપવા બદલ ફેમીલીનો અભાર પણ વ્યક્ત કર્યો હતો. ફિલ્મ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, "અમે રાજાના વિશ્વાસઘાતને મોટા પડદા પર લાવવા માંગીએ છીએ, જેથી સમાજમાં આવી ઘટનાઓ ન બને અને લોકો તેમાંથી કશુક શીખે તે જ ભાવના છે. ફિલ્મની પટકથા તૈયાર છે તેનું 80 ટકા શૂટિંગ ઇન્દોરમાં થશે અને ૨૦ ટકા શૂટિંગ શિલોંગમાં થવાનું છે. કાસ્ટિંગમાં બોલિવૂડની હસ્તીઓ જ હશે. લડાઈના સીનનું પણ ફિલ્માંકન કરવામાં આવશે. જે તે સમયે રાજાએ જે જે સહન કર્યું હતું તે તમામ બાબતોને આવરી લેવામાં આવશે. આ ફિલ્મને એસ. પી. નિમ્બાવત ડીરેક્ટ કરવાના છે. તેઓ ગઈકાલે જ ઇન્દોર પહોંચ્યા હતા અને રાજા રઘુવંશીના પરિવારને મળ્યા હતા. ફેમીલીએ આ ફિલ્મ (Raja Raghuvanshi Murder Case) માટે કથા આપવાની મંજુરી પણ આપી દીધી છે. એસ. પી. નિમ્બાવતે આ પહેલાં `લૌટ આઓ પાપા` અને `કબડ્ડી` સહિતની ઘણી ફિલ્મો તૈયાર કરી જ છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજા રઘુવંશી (Raja Raghuvanshi Murder Case)ના મોટા ભાઈ સચિને કહ્યું કે, "અમે હત્યાકાંડ પર ફિલ્મ બનાવવા માટે અમારી સંમતિ આપી છે. અમે માનીએ છીએ કે જો અમે મારા ભાઈની હત્યાની કથાને મોટા પડદા પર નહીં લાવીએ, તો લોકો નહીં જાણી શકે કે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું." તમને જણાવી દઈએ કે આ હત્યાના કેસને કારણે મેઘાલયને ઘણી બદનામી મળી છે. પણ, ડિરેક્ટરને વિશ્વાસ છે કે આ ફિલ્મ દ્વારા તે લોકોને સંદેશ આપી શકશે કે વિશ્વાસઘાતની આવી ઘટનાઓ બંધ થવી જોઈએ. જોકે, દિગ્દર્શકે હજુ સુધી આ ફિલ્મની કોઈ જ સત્તાવાર જાહેરાત કરી નથી.
રજા રઘુવંશી કેસ પર આછડતી નજર
Raja Raghuvanshi Murder Case: ઈન્દોરના બિઝનેસમેન રાજા રઘુવંશીએ 11મી મે, 2025ના રોજ સોનમ સાથે લગ્ન કર્યા હતા. બંને હનીમૂન ટ્રિપ પર શિલોંગ ગયા હતા. સોનમ અને રાજા 23 જૂન સુધી પરિવારના સંપર્કમાં હતા, પરંતુ 24 જૂને તેઓનો પોતાના પરિવાર સાથેનો સંબંધ તૂટી ગયો હતો. ઘણા દિવસો સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ કરવામાં આવી ત્યારે 2 જૂનના રોજ રાજા રઘુવંશીની ડેડબોડી એક ખાઈમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે તેની હત્યા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવી હતી. જોકે, સોનમનો પત્તો લાગ્યો નહોતો. પોલીસે શોધ કરી ત્યારે 9 જૂનના રોજ સોનમ ઉત્તર પ્રદેશના ગાઝીપુરના એક ઢાબામાં મળી આવી હતી. પછી તો ચોકાવનારા ખુલાસા થયા હતા કે સોનમે જ સુપારી આપીને તેના પતિ રાજા રઘુવંશીના મર્ડરનું કાવતરું ઘડ્યું હતું અને તેને અંજામ આપ્યો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી છે. જોકે બાદમાં ત્રણેય આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

