આ શો ગયા અઠવાડિયે ચોથા નંબરે હતો, પણ હવે એ એક સ્ટેપ આગળ આવીને ત્રીજા નંબરે પહોંચ્યો છે
‘અનુપમા’, ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’
બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) પ્રમાણે ‘અનુપમા’ 2.3ના રેટિંગ સાથે ટોચ પર છે. આ યાદીમાં ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ 2.0ના રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ અઠવાડિયે ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ 1.9ના TRP સાથે ત્રીજા નંબરે છે. આ શો ગયા અઠવાડિયે ચોથા નંબરે હતો, પણ હવે એ એક સ્ટેપ આગળ આવીને ત્રીજા નંબરે પહોંચ્યો છે. TRP પ્રમાણે આ અઠવાડિયે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ 1.9ના TRP સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ગયા અઠવાડિયે છઠ્ઠા સ્થાને રહેલો ‘તુમ સે તુમ તક’ 1.8ના TRP સાથે ટૉપ ફાઇવમાં પહોંચી ગયો છે.

