આર્યન ખાનની પહેલી સીરિઝ `ધ બૅડ્ઝ ઑફ બૉલિવૂડ`નું ટ્રેલર ચાહકોને ખૂબ જ ગમી રહ્યું છે. તેણે સીરિઝ દ્વારા હિન્દી સિનેમાની વરવી વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
આર્યન ખાનની પહેલી સીરિઝ `ધ બૅડ્ઝ ઑફ બૉલિવૂડ`નું ટ્રેલર ચાહકોને ખૂબ જ ગમી રહ્યું છે. તેણે સીરિઝ દ્વારા હિન્દી સિનેમાની વરવી વાસ્તવિકતા બતાવવાનો પ્રયત્ન કર્યો છે.
`ધ બૅડ્સ ઑફ બૉલિવૂડ`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં ઍક્શન ભરપૂર છે. શાહરુખ ખાનના દીકરા આર્યન ખાને બૉલિવૂડની હકીકત બતાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો છે. ટ્રેલરમાં રણવીર સિંહ, સારા અલી ખાન, એસએસ રાજામૌલી, બાદશાહ અને દિશા પટણીની ઝલક પણ બતાવવામાં આવી છે. આ સીરિઝમાં દર્શકો ત્રણેય ખાનને પહેલી વાર એક સાથે જોઈ શકશે.
ADVERTISEMENT
આર્યન ખાનની સીરિઝ `ધ બૅડ્સ ઑફ બૉલિવૂડ`થી એક નિર્દેશક તરીકે બૉલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. `ધ બૅડ્સ ઑફ બૉલિવૂડ`ના ટ્રેલરમાં આસમાન સિંહની વાર્તા બતાવવામાં આવી છે. તે એક નવો કલાકાર છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા આવ્યો છે. તેને ટૉપનો બૉલિવૂડ સ્ટાર બનવું છે. મિત્ર (રાઘવ જુયાલ) અને પરિવારના સપૉર્ટથી તે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે છે. જોકે, નવા એક્ટર માટે અહીં પગ જમાવવું સરળ નથી હોતું. તેને જલ્દી સમજાઈ જાય છે કે તેણે પોતાના સપના પૂરા કરવાની ભારે કિંમત ચૂકવવી પડશે. આસમાનને સુપરસ્ટાર અજય તલવાર (બૉબી દેઓલ) પડકારે છે. શું આસમાન અહીં પોતાના પગ જમાવી શકશે, એ તો સીરિઝ રિલીઝ થયા પછી જ ખબર પડશે.
18 સપ્ટેમ્બરના થશે રિલીઝ
`ધ બૅડ્સ ઑફ બૉલિવૂડ` સીરિઝનું નિર્માણ ગૌરી ખાન દ્વારા કરવામાં આવ્યું છે. તેના ગીતો પહેલાથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. શાહરૂખથી લઈને ફરાહ ખાન સુધી, બધાએ આ ગીતોની રીલ્સ પણ શૅર કરી હતી. ફિલ્મના ગીતો ટી-સિરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયા હતા. તે 18 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેના લૉન્ચ ઇવેન્ટમાં, આર્યન ખાને શૉ પ્રૉડ્યૂસ કરવા માટે મમ્મી ગૌરી ખાનનો આભાર માન્યો હતો. પ્રીવ્યૂ લૉન્ચ પહેલાં, બૉબી દેઓલે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર પણ શૅર કર્યું હતું. તેનો પ્રીવ્યૂ જોયા પછી, અભિનેતા સની દેઓલે પણ આર્યન ખાનના કામની પ્રશંસા કરી હતી અને એમ પણ કહ્યું હતું કે શાહરૂખ ખાનને તેના પુત્ર પર ગર્વ થશે.
લૉન્ચ પહેલાં આર્યન ખાન હતો નર્વસ
`ધ બૅડ્સ ઑફ બૉલિવૂડ` ફિલ્મના પ્રીવ્યૂ લૉન્ચ સમયે આર્યન ખાને કહ્યું હતું કે, `હું ખૂબ જ નર્વસ છું કારણ કે પહેલીવાર હું તમારા બધાની સામે સ્ટેજ પર આવ્યો છું. આ માટે હું બે દિવસ અને ત્રણ રાતથી આ સ્ક્રિપ્ટની વારંવાર પ્રૅક્ટિસ કરી રહ્યો છું. સાચે, હું એટલો નર્વસ છું કે મેં તેને ટેલિપ્રોમ્પ્ટર પર લખી રાખ્યું છે. જો અહીં ઇલેક્ટ્રિસિટી જાય તો મેં કાગળ પર લખી રાખ્યું છે. ટોર્ચ સાથે. અને તેમ છતાં જો હું ભૂલ કરું તો પપ્પા છે ને!

