આર્મીની ગજરાજ કૉર્ઝે એના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ વિશે જાણકારી આપી
તસવીર સૌજન્યઃ એક્સ
ઇન્ડિયન આર્મીની ગજરાજ કૉર્ઝે હિમાલયના કામેન્ગમાં કઠિન પર્વતીય પ્રદેશોમાં કામ કરવા માટે ઇન-હાઉસ હાઈ-ઍલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવી છે જે સૈનિકોને આવશ્યક પુરવઠો ઝડપથી ખસેડવામાં મદદ કરે છે. ઊંચાઈ પર ટકી રહેવું લોકો અને મશીનો બન્ને માટે મુશ્કેલ છે. આવી ક્ષણોમાં ભારતીય સેનાએ ફરી એક વાર નવીન અભિગમ અપનાવ્યો છે. આર્મીની ગજરાજ કૉર્ઝે એના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ પર આ વિશે જાણકારી આપતાં જણાવ્યું હતું કે ‘કામેન્ગ-‘હિમાલય’માં ૧૬,૦૦૦ ફુટની ઊંચાઈએ અમે ઇન-હાઉસ હાઈ-ઍલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ ડિઝાઇન બનાવીને એ જાતે વિકસાવી છે. આ મોનોરેલ નોંધપાત્ર છે, કારણ કે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં આ મોનોરેલ ઍસેમ્બલ કરવાની હતી. ઢાળવાળા, કઠોર ભૂપ્રદેશ પર ઝડપથી અને સલામત રીતે આવશ્યક પુરવઠો ખસેડવાની જરૂરિયાતમાંથી આ મોનોરેલ વિકસાવવાનો વિચાર આવ્યો હતો જ્યાં નાના અંતરની મુસાફરી પણ પડકારજનક બને છે.’


