ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય
પ્રતીકાત્મક તસવીર
જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ હોય તો
કોઈ પણ અઘરા સહકર્મચારી કે સંબંધી સાથે સમજીવિચારીને ડીલ કરો. તમે ઑનલાઇન કેટલો સમય વિતાવો છો અને કઈ કન્ટેન્ટ જુઓ છો એ બાબતે સજાગ રહો. કોઈ દોસ્ત સાથે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર એક જ સમાધાન હોઈ શકે છે, ભલે એ તમારી ઇચ્છા અનુરૂપ ન હોય. તમારી અંતઃસ્ફુરણાને સાંભળો અને સર્વોત્તમ સંભવ નિર્ણય લેવાની તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો.
સ્કૉર્પિયો જાતકો વિશે જાણવા જેવું બધું જ
ઝનૂની અને નીડર એવા સ્કૉર્પિયો જાતકોમાં ઊંડાણ અને એકાગ્રતા ઠાંસીને ભરેલી હોય છે, જે અન્ય રાશિના જાતકોમાં બહુ જ ઓછી જોવા મળે છે. તેઓ પોતાની વફાદારી અને ઝનૂન માટે જાણીતા છે અને તેઓ દરેક ચીજને અન્ય રાશિઓના જાતકોની તુલનામાં ખૂબ ઊંડાણથી ફીલ કરે છે. સ્કૉર્પિયો રાશિના લોકો પોતાના પ્રિયજનો પ્રત્યે ખૂબ જ વફાદાર અને સુરક્ષાત્મક વલણ ધરાવે છે, જે તેમને ક્યારેક ઝનૂનની સીમા સુધી ખેંચી લઈ જાય છે.
ADVERTISEMENT
એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ
જો તમારે એકસાથે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું હોય અને તમારા બૉસ દરેક કામને બહુ ઝીણવટપૂર્વક ચકાસતા હોય તો તમારે ટાઇમ-મૅનેજમેન્ટ કરવું જરૂરી છે.
જીવન ટિપ ઃ બદલાવને અપમાવવો અને જ્યારે પણ તમને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે ત્યારે ખુલ્લા દિલે એ પડકારો સ્વીકારી લો. તમે જેમને આદર્શ માનો છો તેમની પાસેથી પ્રેરણા લો.
ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે
કોઈ પણ મહત્ત્વનો નિર્ણય લેતાં પહેલાં તમામ જરૂરી માહિતી અને જાણકારી એકત્ર કરી લો. જે લોકો સામાજિક વર્તુળનો વિકાસ કરવા માગે છે તેમને માટે આ સારો સમય છે.
જીવન ટિપ ઃ જો થોડીક પણ નવરાશની પળ મળે તો એનો ઉપયોગ આરામ કરીને થોડીક જાતની કાળજી લો. જો સાચા સમયે આરામ કરવામાં આવે તો એ સમયની બરબાદી નથી હોતી.
જેમિની
૨૧ મેથી ૨૧ જૂન
કોઈક સ્થિતિમાં ઝડપથી વિચારીને તરત જ પ્રતિક્રિયા આપવાનું જરૂરી હોઈ શકે છે, પરંતુ એ નિર્ણય લેતી વખતે તમારી પાસે હોય એટલી તમામ માહિતીનો ઉપયોગ કરી લેવો. જો વડીલોને લાગતું હોય કે કંઈક ખોટું છે તો તેમણે પોતાની અંતઃસ્ફુરણા પર ધ્યાન આપવું જોઈએ.
જીવન ટિપઃ તમારી કલ્પનાનો ઉપયોગ કરીને જે કંઈ કરતા હો એમાં ક્રીએટિવિટી ઉમેરો.
કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ
મોટી ઉંમરની અને અનુભવી વ્યક્તિની સલાહ પર ધ્યાન આપો ભલે પછી તમારે એ સલાહ મુજબ પોતાની પરિસ્થિતિઓમાં બદલાવ લાવવો પડે. જે ચીજો તમારા નિયંત્રણમાં નથી એને છોડી દો.
જીવન ટિપ ઃ તમારાં સપનાંઓ અને તમારા મનમાં ઊઠતી આશંકાઓ પર ધ્યાન આપો. યાદ રાખો કે જીવનમાં તમને જે બહારથી દેખાય છે એના કરતાં અનેકગણું વધુ છુપાયેલું હોય છે.
લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ
જો તમારે કોઈ એવો નિર્ણય લેવાનો હોય જે થોડોક હટકે હોય અને કદાચ એ તમને મુસીબતમાં પણ મૂકી શકે એમ હોય તો સમજી-વિચારીને પસંદગી કરો. પરિસ્થિતિ ધીમી રીતે બદલાતી હોય ત્યારે ધીરજ રાખો.
જીવન ટિપઃ તમારા નિર્ણયો પર કાબૂ રાખો અને એ જ કરો જે તમને સાચું લાગતું હોય. બની શકે કે જે થઈ રહ્યું છે એને તમે હંમેશાં નિયંત્રિત ન પણ કરી શકો.
વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર
ભલે તમે વિચારો છો એવી પરિસ્થિતિ ન હોય તો પણ કોઈ પણ વચન ત્યારે જ આપો જ્યારે તમને પૂરી ખાતરી હોય કે તમે એને નિભાવી શકશો.
જીવન ટિપઃ એ નાની-નાની ખુશીઓ અને ચીજો પર ધ્યાન આપો જેના માટે તમે કૃતજ્ઞ છો. નૉન-મટીરિયલિસ્ટિક ચીજોથી ફરીથી જોડાઓ જેની કિંમત કદાચ અત્યારે બહુ ઓછી છે.
લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર
ભલે ગમેએવા સંજોગો હોય કોઈ પણ તનાવપૂર્ણ ક્લાયન્ટ કે પ્રોજેક્ટને પ્રોફેશનલ રીતે હૅન્ડલ કરો. કોઈ પણ પડકારજનક વ્યક્તિગત સંબંધો સાથે ડીલ કરવા માટે સંપૂર્ણપણે પ્રામાણિક રહેવું.
જીવન ટિપઃ તમે જ્યાં પહોંચ્યા છો એના પર ગર્વ કરો, પરંતુ બીજા લોકો પ્રત્યે વિનમ્રતા જાળવી રાખો. વાસ્તવમાં તમે હજી પણ ઘણું વધુ મેળવી શકો એમ છો.
સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર
કાર્યસ્થળ પર બોલતાં પહેલાં વિચારો કેમ કે કંઈ પણ નકારાત્મક વાતોની ગૉસિપ કરવાથી જટિલતા પેદા થઈ શકે છે. જે તમારા હિતમાં નથી એની ચર્ચા કર્યા વિના છોડી દો.
જીવન ટિપઃ અતીતની કોઈ સારી યાદોનો લાભ ઉઠાવો અને એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરો કે તમે તમારા સુખદ કે પડકારજનક અનુભવોને વ્યક્તિગત વિકાસના સાધન તરીકે કઈ રીતે વાપરી શકો છો.
સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર
સમજ્યા-વિચાર્યા વિના કરેલી કોઈ પણ ટિપ્પણી તનાવનું કારણ બની શકે છે એટલે તમારે વિવાદાસ્પદ વિષયો પર વાત કરવાથી દૂર રહેવું જોઈએ. તમારા સ્વાસ્થ્યનું થોડું વધુ ધ્યાન રાખો.
જીવન ટિપઃ તમે તમારા જીવનની કહાણીના મુખ્ય પાત્ર છો. તમારી જાતને ઓછી ન આંકો કે તમારી સર્વોત્તમ ક્ષમતાને પણ કોઈ ચીજથી ઓછી ન ગણો.
કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી
કોઈ પણ પરિસ્થિતિને બહુ ઝડપથી નિવારવી જોઈએ કેમ કે એ જટિલ સ્વરૂપ ધારણ કરી શકે છે. જો તમે તમારા પ્રોફેશનલ નેટવર્કનો વિસ્તાર કરવા માગતા હો તો આ સમય સારો છે.
જીવન ટિપઃ કોઈ પણ ડ્રામાને બાજુ પર મૂકીને સ્પષ્ટ નિર્ણય સાથે સીધા મુદ્દાની વાત પર આવો. જો તમે જે કરી રહ્યો છો એ સામાન્ય લોકોના મત કરતાં જુદું હોય તો એની જવાબદારી જાતે ઉઠાવો.
ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી
જરૂર પડે તો તમારો દૃષ્ટિકોણ બદલવા માટે તૈયાર કરો અને જેટલી જલદી થઈ શકે એક વૈકલ્પિક યોજના પર કામ કરો. કોઈ પણ કાનૂની મામલાને સાવધાનીથી સંભાળજો.
જીવન ટિપ ઃ તમે જીવનમાં આવનારા પડકારોનો અડગ રહીને સામનો કરવાની ક્ષમતા રાખો છો. પરિસ્થિતિઓને યોગ્ય રીતે સંભાળવાની તમારી ક્ષમતા પર સંદેહ ન કરો.
પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ
કોઈ મહત્ત્વનો નિર્ણય ખૂબ સમજી-વિચારીને જ લો. રોકાણ અને નાણાકીય બાબતોમાં પરંપરાગત દૃષ્ટિકોણ જ આ સમયે સૌથી શ્રેષ્ઠ રહેશે.
જીવન ટિપઃ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી આદતો છોડવાની અને એની જગ્યાએ વધુ બહેતર વિકલ્પ અપનાવવાની તમારામાં તાકાત છે. યાદ રાખો કે તમે કોઈ વિક્ટિમ નથી.

