ઇન્ડિયન હેરિટેજથી પ્રેરિત આ નવા કલેક્શનમાં ટ્રેડિશનલ રંગોને બદલે શિમર ગોલ્ડ, સિલ્વર, રોઝ, ગોલ્ડ જેવા રંગોની બોલબાલા હતી
મેટાલિક ઍન્ટિક ગોલ્ડ, સિલ્વર સાડી
મનીષ મલ્હોત્રાએ તાજેતરમાં રજૂ કરેલા વેડિંગ કલેક્શનમાં ચારે તરફ મેટાલિક રંગોનો ચમકાર હતો. ઇન્ડિયન હેરિટેજથી પ્રેરિત આ નવા કલેક્શનમાં ટ્રેડિશનલ રંગોને બદલે શિમર ગોલ્ડ, સિલ્વર, રોઝ, ગોલ્ડ જેવા રંગોની બોલબાલા હતી ત્યારે જાણીએ દુલ્હનના આઉટફિટમાં કેવાં-કેવાં ચમકતા મેટાલિક રંગો, ટિશ્યુ, જરી, સીક્વન્સ વર્કવાળાં કાપડ અને મેટાલિક થ્રેડ એમ્બ્રૉઇડરીની બોલબાલા રહેશે