Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > ક્રીમ-બેઝ્‌ડ સનસ્ક્રીન લોશન સારું કે સનસ્ક્રીન સ્ટિક સારી?

ક્રીમ-બેઝ્‌ડ સનસ્ક્રીન લોશન સારું કે સનસ્ક્રીન સ્ટિક સારી?

Published : 01 July, 2025 11:58 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

છેલ્લા કેટલાક સમયથી ઈઝી-ટુ-કૅરી એવી ટ્રાવેલ-ફ્રેન્ડ્લી સનસ્ક્રીન સ્ટિકનું ચલણ વધ્યું હોવાથી લોકો આ પ્રકારે સનસ્ક્રીનનો ઉપયોગ કરી રહ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા કેટલાક સમયથી ઈઝી-ટુ-કૅરી એવી ટ્રાવેલ-ફ્રેન્ડ્લી સનસ્ક્રીન સ્ટિકનું ચલણ વધ્યું હોવાથી લોકો આ પ્રકારે સનસ્ક્રીનનો ઉપયોગ કરી રહ્યા છે, પણ સ્ટિકના ફૉર્મમાં મળી રહેલા સનસ્ક્રીન લોશનની અસરકારતા કેટલી છે એ વિશે આપણે નિષ્ણાત પાસેથી જાણીએ


સ્કિનકૅર રૂટીનમાં સૂર્યનાં હાનિકારક કિરણોથી ત્વચાનું સંરક્ષણ થાય એ માટે સનસ્ક્રીન મસ્ટ હૅવ થિંગ બની ગઈ છે. જોકે આજકાલ માર્કેટમાં ક્રીમ-બેઝ્ડ, વ્હિપ્ડ ક્રીમ જેવાં દેખાતાં ફૅન્સી સનસ્ક્રીન લોશન અને સ્ટિકવાળી સનસ્ક્રીન મળે છે. ક્રીમ, લોશન, સ્પ્રે અને સ્ટિક એમ અલગ-અલગ પ્રકારે સનસ્ક્રીન મળી રહી છે. એમાં અત્યારે સનસ્ક્રીન સ્ટિકનું ચલણ વધ્યું છે. ક્રીમ-બેઝ્ડ સનસ્ક્રીન કરતાં સ્ટિકવાળી સનસ્ક્રીનની અસરકારકતા ઓછી હોવાથી ડર્મેટોલૉજિસ્ટ સ્ટિક ફૉર્મમાં મળતી સનસ્ક્રીન ન વાપરવી જોઈએ એવી ભલામણ કરે છે ત્યારે એની પાછળનાં કારણો અનુભવી ડર્મેટોલૉજિસ્ટ ડૉ. મૃણાલ શાહ મોદી પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ...



ક્રીમ કે જેલ બેઝ્ડ-સનસ્ક્રીનનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ટ્યુબમાં આવતી ક્રીમ જેવી સનસ્ક્રીનને આપણે ફક્ત મોં પર નહીં પરંતુ હાથ, પગ અને પીઠ પર સહેલાઈથી લગાવી શકીએ છીએ અને કવરેજના મામલે પણ એ સારી હોય છે. વટાણાના બે દાણા જેટલી સનસ્ક્રીનની ક્રીમ આખા ચહેરાને પ્રોટેક્ટ કરી શકે છે, પણ સ્ટિકના ફૉર્મમાં આવતી સનસ્ક્રીનમાં એવું કંઈ નથી. સૌથી પહેલો નેગેટિવ પૉઇન્ટ તો એનું કવરેજ જ છે. સ્ટિકને સ્કિન પર ઘસીને લગાવવાની હોય છે. જ્યાં ઘસીશું ત્યાં જ કવરેજ મળશે, એમાં આપણે જોઈએ એ પ્રમાણે એરિયા કવર થતો નથી અને જે પ્રોટેક્શન ક્રીમ-બેઝ્ડ સનસ્ક્રીનથી મળે છે એ સ્ટિકવાળી સનસ્ક્રીનની ઍપ્લિકેશનથી મળી શકતું નથી. જો તમને સનલાઇટથી ઍલર્જી હોય તો સ્ટિકવાળું સનસ્ક્રીન બિલકુલ કામમાં નહીં આવે. સ્ટિકવાળી સનસ્ક્રીન બનાવવામાં વૅક્સ, ફ્રૅગ્રન્સ અને રેઝિન જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે જે સંવેદનશીલ ત્વચા અથવા ઍલર્જી ધરાવતા લોકોને રૅશિસ, રેડનેસ, સ્કિનબર્ન જેવાં રીઍક્શન્સ આપી શકે છે. ઑઇલ અને વૅક્સ આધારિત ફૉર્મ્યુલાને લીધે ત્વચાનાં છિદ્રો બંધ થઈ શકે છે. ખાસ કરીને જેની ઑઇલી સ્કિન હોય એ લોકોનાં છિદ્રો બંધ થાય તો બ્લૅક હેડ્સ, ઍક્ને અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓ વકરી શકે છે. આ બધાં પરિબળોને લીધે હું પર્સનલી કોઈને સ્ટિકના ફૉર્મવાળું સનસ્ક્રીન વાપરવાની ભલામણ કરતી નથી.


હાઇજીનની સમસ્યા

જે લોકોની સ્કિન ડ્રાય હોય છે એ લોકો માટે સ્ટિકવાળી સનસ્ક્રીન યોગ્ય હોઈ શકે છે, પણ જો તેમને વધુ પરસેવો થતો હશે તો સનસ્ક્રીન પસીનામાં સહેલાઈથી વહી જશે. સ્ટિકવાળી સનસ્ક્રીન આમ તો એક જ વ્યક્તિ યુઝ કરી શકે, પણ એમાં હાઇજીન જળવાતું નથી. ઉદાહરણ તરીકે ઘરના ચાર સભ્યોને ડેઇલી સનસ્ક્રીન લગાવવાની હોય અને ઘરમાં એક જ સ્ટિક હોય તો એ હાઇજીન સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે. એક વાર તમે તમારી સ્કિન પર સ્ટિક અપ્લાય કરી અને એ જ સ્ટિક ઘરના બાકી ત્રણ સભ્યો પણ યુઝ કરશે તો તમારી સ્કિનમાં ચોંટેલા બૅક્ટેરિયા બીજી વ્યક્તિમાં ફેલાશે. જો આવું ન કરવું હોય તો ચારેયને પોતપોતાની અલગ-અલગ સનસ્ક્રીન સ્ટિક ખરીદવી પડે અને સ્વાભાવિક છે કે એ પરવડે એમ નથી. પોતાની જ સનસ્ક્રીનને રીઅપ્લાય કરવામાં આવે તો પણ હાઇજીન ઇશ્યુ થશે. આની જગ્યાએ ક્રીમ-બેઝ્ડ સનસ્ક્રીન બહુ જ કમ્ફર્ટેબલ, ઇફેક્ટિવ અને બજેટ-ફ્રેન્ડ્લી ઑપ્શન છે. એમાં સ્કિનના પ્રકારના હિસાબે અને SPF તમને જોઈએ એ પ્રમાણે અલગ-અલગ સનસ્ક્રીન ઉપલબ્ધ છે. તેથી તમારી સ્કિનને કમ્ફર્ટ આપે એ પ્રમાણે તમે સનસ્ક્રીનની પસંદગી કરી શકો છો. આવા ઑપ્શન સનસ્ક્રીન સ્ટિકમાં નથી.


સ્ટિક કોણે વાપરવી?

 સ્ટિકવાળી સનસ્ક્રીન કૉમ્પૅક્ટ ફૉર્મમાં હોવાથી અને લીકપ્રૂફ હોવાથી ટ્રાવેલ દરમિયાન એને સહેલાઈથી કૅરી કરી શકાય છે. ખાસ કરીને પ્લેનમાં લિક્વિડ રિસ્ટ્રિક્શનથી બચવા માટે સ્ટિકનો વિકલ્પ યોગ્ય છે.

 સાઇક્લિંગ, સ્વિમિંગ અને ટ્રેકિંગ જેવી આઉટડોર સ્પોર્ટ્‌સ ઍક્ટિવિટીમાં ભાગ લેતા લોકોને પરસેવો થાય તો સ્ટિકવાળી સનસ્ક્રીન ફરીથી લગાવવી સહેલી હોય છે.

 ઘણા મૉડલ્સ અને કલાકારોને શૂટ દરમિયાન આખો દિવસ તડકામાં રહેવું પડે છે. મેકઅપ કરેલા ચહેરા પર ક્રીમ-બેઝ્ડ સનસ્ક્રીન ફરીથી લગાવવી મુશ્કેલ હોય છે. મેકઅપ પર ટચઅપ કરવા માટે સ્ટિકવાળી સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય છે. આનાથી મેકઅપ ખરાબ થતો નથી અને સ્કિનને પણ પ્રોટેક્શન મળે છે.

 સ્ટિકવાળી સનસ્ક્રીન એ લોકો માટે યોગ્ય છે જેમને પોર્ટેબિલિટી ગમે અને ઈઝી-ટુ-યુઝ હોય. ઓછા કવરેજ માટે પણ એ ચાલે. એને વાપરતી વખતે એટલું ધ્યાન રાખવું કે એ દરેક વિસ્તાર પર સમાન રીતે લગાવવામાં આવે. જો શક્ય હોય તો સ્ટિકથી અપ્લાય કર્યા બાદ હાથથી રબ કરીને સમાન રીતે એને સ્પ્રેડ કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2025 11:58 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK