લોકો રંગબેરંગી પોશાકમાં અને સુશોભિત છત્રીઓ લઈને આવે છે. અહીં દેશી રમતોની ઑલિમ્પિક્સ પણ થાય છે.
માવજીભાઈ, બળવંતભાઈ રાઘવાણી
સુરેન્દ્રનગર પાસે હાલમાં તરણેતરનો મેળો ભરાયો છે. એમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમાન અનેક પ્રવૃત્તિઓ થાય છે. લોકો રંગબેરંગી પોશાકમાં અને સુશોભિત છત્રીઓ લઈને આવે છે. અહીં દેશી રમતોની ઑલિમ્પિક્સ પણ થાય છે. આ ઑલિમ્પિક્સમાં લાડુ ખાવાની સ્પર્ધાનું જબરું આકર્ષણ છે. છેલ્લાં ૧૧ વર્ષથી આ સ્પર્ધામાં માવજીભાઈ કોળી નામના કાકા વિનર રહેતા આવ્યા છે, પણ આ વર્ષે તેમને પછડાટ આપે એવા લાડુસમ્રાટની એન્ટ્રી થઈ ગઈ છે. આ વખતે માવજીભાઈ ૩૦ મિનિટમાં ૨૮ લાડુ ખાઈને છેક ત્રીજા નંબરે આવ્યા હતા, જ્યારે ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી ૩૦ મિનિટમાં ૩૦ લાડુ ખાઈને વિજેતા બન્યા હતા. વિજેતાને ભરપેટ લાડુ ઉપરાંત ૨૦૦૦ રૂપિયા રોકડાનું ઇનામ પણ મળ્યું હતું.

