તેમની ઇન્ટિમેટ રિલેશનશિપનો છે અને ઇન્ટિમેટ રિલેશનશિપમાં બન્ને મોટા ભાગે સ્વાર્થી થઈને રહી જાય છે, જેને લીધે સંબંધોમાં તનાવ ઊભો થયો છે.
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક કપલને મળવાનું થયું. કાઉન્સેલિંગ માટે આવેલા એ કપલનાં મૅરેજને હજી માંડ એકાદ વર્ષ થયું હતું અને હવે એ કપલને ડિવૉર્સ જોઈતા હતા. કાઉન્સેલિંગ દરમ્યાન વાઇફના મૂડ-સ્વિંગ્સ વિશે ખબર પડી અને એ મૂડ-સ્વિંગ્સના મૂળમાં જતાં ખબર પડી કે વાંક બન્નેના સ્વભાવનો નહીં, તેમની ઇન્ટિમેટ રિલેશનશિપનો છે અને ઇન્ટિમેટ રિલેશનશિપમાં બન્ને મોટા ભાગે સ્વાર્થી થઈને રહી જાય છે, જેને લીધે સંબંધોમાં તનાવ ઊભો થયો છે.
સાંભળવામાં થોડું વિચિત્ર લાગી શકે, પણ આ હકીકત છે. જો ઇન્ટિમેટ રિલેશનશિપ દરમ્યાન પાર્ટનરને શું જોઈએ છે એ જાણવાની કે સમજવાની દરકાર કરવામાં ન આવે તો એની સીધી અસર પર્સનલ લાઇફ પર પડે છે. સંતુષ્ટિ. ગુજરાતી ભાષાનો આ બહુ સરસ શબ્દ છે. જો અંગત સંબંધોમાં સંતુષ્ટિ ન હોય તો ચોક્કસપણે એ અસંતોષ વ્યવહારમાં બહાર આવે અને અસંતોષની લાગણી અન્ય કોઈ જગ્યાએ ઉગ્રતા સાથે બહાર આવે. અફસોસની વાત એ છે કે આજે જ્યારે મૉડર્ન સાયન્સનો જમાનો છે ત્યારે પણ આ વાત પુરુષો સમજી નથી શક્યા. પર્સનલ કે પ્રાઇવેટ લાઇફમાં પહેલાં પણ પુરવાર થયું હતું અને આજે પણ એ જ સાબિત થતું રહ્યું છે કે ઇન્ટિમેટ રિલેશનશિપમાં પુરુષો સેલ્ફિશ રહ્યા છે અને પરિણામે વાઇફના ભાગમાં અસંતોષ જ રહે છે. ત્રણ-ચાર વર્ષ પહેલાં એક ટીવી-ચૅનલે આ બાબતનો સર્વે પણ કર્યો હતો. એ સર્વેમાં જે આંકડા આવ્યા હતા એ વાંચો તો તમને ધ્રુજારી આવી જાય.
ADVERTISEMENT
ઇન્ટિમેટ રિલેશનશિપમાં પુરુષોના સ્વાર્થીપણાને લીધે એક્સ્ટ્રામૅરિટલ રિલેશનશિપની પહેલ વાઇફ દ્વારા શરૂ થઈ ગઈ છે. સેક્સોલૉજિસ્ટની કરીઅર દરમ્યાન આ વાત અનેક કિસ્સાઓમાં જોઈ પણ છે. ઇન્ટિમેટ રિલેશન એકપક્ષી આનંદના સંબંધો નથી, એ બન્ને પક્ષે સરખો આનંદ આપે તો જ પૂર્ણતાનો અનુભવ થાય. ગુજરાતી ભાષામાં આ સંબંધો માટે સરસ શબ્દો છે, સંભોગ. જો આ વાતની સંધિ છૂટી પાડો તો કહેવું પડે સમ વત્તા ભોગ. સમાન સ્તરે ભોગ આપો અને સમાન સ્તરે ભોગ પામો એનું નામ સંભોગ, પણ અફસોસ છે કે પુરુષોમાં આ સમજણ ઓછી જોવા મળે છે અને એને લીધે મૅરેજ-લાઇફમાં સ્ટ્રેસ વધી રહ્યો છે, કારણ કે આજની વાઇફ પોતાની ડિમાન્ડ માટે ક્લિયર છે. તે ચૂપ બેસી રહેવાને બદલે મોટા અવાજે છણકો કરી જાણે છે.

