વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી ૨૧ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીમાં હાલ ૪૪૨ મગર જોવા મળ્યા છે. ૨૦૨૦માં એમની ગણતરી કરવામાં આવી ત્યારે સંખ્યા ૨૭૫ હતી
મગર
ચોમાસામાં વડોદરાના રસ્તાઓ પર મગર જોવા મળે છે, કારણ કે છેલ્લાં પાંચ વર્ષમાં વિશ્વામિત્રી નદીમાં મગરની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી ૨૧ કિલોમીટર લાંબી વિશ્વામિત્રી નદીમાં હાલ ૪૪૨ મગર જોવા મળ્યા છે. ૨૦૨૦માં એમની ગણતરી કરવામાં આવી ત્યારે સંખ્યા ૨૭૫ હતી. આમ આ સંખ્યા ૬૦ ટકા જેટલી વધી છે.
ગુજરાત ઇકોલૉજિકલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન, વનવિભાગ અને વડોદરા સુધરાઈ દ્વારા સંયુક્ત રીતે શહેરની હદમાં વિશ્વામિત્રી નદીમાં મગરની ગણતરી હાથ ધરવામાં આવી હતી.

