Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ધરતીકંપના આંચકા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ધરતીકંપના આંચકા

Published : 28 November, 2026 03:43 PM | IST | Saurashtra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું : એક પછી એક ત્રણ હળવા આંચકા અનુભવ્યા સ્થાનિકોએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આવેલા તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર ગઈ કાલે બપોરે એક પછી એક એમ ભૂકંપના ત્રણ હળવા આંચકા આવ્યા હતા. તાલાલા પંથકની ધરા ધ્રૂજી હતી, પરંતુ હળવા આંચકા હોવાથી કોઈ મુશ્કેલી સર્જાઈ નથી. 
તાલાલાથી ૧૧ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું હતું. બપોરે ૩.૩૦ વાગ્યે ૨.૩ની તીવ્રતાનો આંચકો ત્યાર બાદ ૩.૩૨ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો બીજો આંચકો અને ૩.૫૧ વાગ્યે ૨.૬ની તીવ્રતા સાથે ધરતીકંપનો આંચકો આવ્યો હતો. તાલાલા પંથકમાં લોકોને ભૂકંપના આંચકાનો અહેસાસ થયો હતો. ઉપરાઉપરી ૩ વખત ધરતી ધ્રૂજતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની હતી.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 03:43 PM IST | Saurashtra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK