ગાંધીનગર પાસે કોબામાં આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્રમાં RSSના સરસંઘચાલક મોહન ભાગવતે આચાર્ય મહાશ્રમણજી સાથેની મુલાકાતમાં આમ કહ્યું
મોહન ભાગવતે આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ગઈ કાલે ગાંધીનગર પાસે કોબામાં આવેલા પ્રેક્ષા વિશ્વભારતી ધ્યાન કેન્દ્ર ખાતે આચાર્ય મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે ‘સબમેં મૈં હૂં ઔર સબ મુઝમેં હૈ’ આવી દૃષ્ટિ હશે તો જ સામાજિક હિંસા રોકાશે. અહીં હું ઘણી વખત ‘બૅટરી’ ચાર્જ કરવા માટે આવું છું. વ્યક્તિગત ચારિત્ર્ય અને રાષ્ટ્રીય ચારિત્ર્યનો આધાર નૈતિકતા છે અને નૈતિકતાનો આધાર છે અધ્યાત્મ, કેમ કે અધ્યાત્મ વિના નૈતિકતાનો કોઈ અર્થ નથી. એટલા માટે હું એવાં સ્થાનો પર જાઉં છું જ્યાંથી અમે જે કાર્ય કરી રહ્યા છીએ એના માટે જે ચાર્જિંગ જોઈએ એ અમને મળી રહે.’


