પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પર વાત કરી હતી. તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) માટે ડ્રાફ્ટ તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટી 45 દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે, જેના આધારે સરકાર નિર્ણય લેશે.