મંદિરને ૧૫૦ વર્ષ થયાં હોવાથી ભગવાન મહાદેવ, હનુમાન અને ગોમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.
૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિર
તળ મુંબઈના માધવબાગમાં આવેલા ૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણ મંદિરમાં ગઈ કાલે રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન અને કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ ભગવાનનાં દર્શન કરીને પૂજા કરી હતી. તેમણે પહલગામ હુમલામાં જીવ ગુમાવનારા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હાલ પાકિસ્તાન સામે લડી રહેલા સૈનિકોની રક્ષા થાય તેમ જ તેમને માનસિક અને આધ્યાત્મિક બળ મળી રહે એ માટે વિશેષ પ્રાર્થના અને પૂજા કરી હતી.
મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘ભારતનું સૈન્ય એ વિશ્વનાં સર્વોત્તમ સૈન્યોમાંનું એક છે. એની ટેક્નિકલ કૅપેસિટી, મનોબળ અને દેશભક્તિ અદ્વિતીય છે. તેમની પાછળ ઊભા રહેવું એ દરેક નાગરિકની જવાબદારી છે.’
ADVERTISEMENT
મંદિરને ૧૫૦ વર્ષ થયાં હોવાથી ભગવાન મહાદેવ, હનુમાન અને ગોમાતાનું પૂજન પણ કરવામાં આવ્યું હતું.

