MEA Press Conference on Operation Sindoor: સેનાએ વીડિયો જાહેર કરી દર્શાવ્યું વાયુસેના સ્ટેશનને નુકસાન થયું નથી; S400 સંરક્ષણ પ્રણાલી પણ સંપૂર્ણપણે સલામત છે; કર્નલ સોફિયા કુરેશી સાથે પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, કમાન્ડર વ્યોમિકા હાજર હતા
નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી, ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને સેનાના કર્નલ સોફિયા કુરેશી સાથે (તસવીર સૌજન્ય : પીટીઆઇ)
ભારત અને પાકિસ્તાન (India-Pakistan Tension) વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ (Ministry of External Affairs)માં, વિદેશ સચિવ વિક્રમ મિસરી (Vikram Misri)એ જણાવ્યું હતું કે, પાકિસ્તાન (Pakistan) ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. તેણે ભારતીય S-400 સિસ્ટમનો નાશ કરવાનો, સુરત (Surat) અને સિરસા (Sirsa)માં એરપોર્ટનો નાશ કરવાનો ખોટો દાવો કર્યો છે. ભારત (India) પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા આ ખોટા દાવાઓને સ્પષ્ટપણે નકારે છે. વિક્રમ મિસરીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાની સરકારી એજન્સીઓ તેમની સેના દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે સતત ખોટા દાવાઓને પ્રોત્સાહન આપી રહી છે. દેશમાં વિવિધ લશ્કરી સ્થાપનો પર હુમલો અને નાશ કરવાના તેમના દાવા સંપૂર્ણપણે ખોટા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ ચરમસીમાએ છે અને પાકિસ્તાને સતત બીજા દિવસે અનેક ભારતીય શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો અને જમ્મુ-શ્રીનગર (Jammu-Srinagar)થી પઠાણકોટ (Pathankot) અને પોખરણ (Pokhran) સુધીના પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સાવચેતીના પગલા તરીકે, ભારતે ૧૪ મે સુધી ૩૨ એરપોર્ટ બંધ કરી દીધા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Singh) નવી દિલ્હીમાં ત્રણેય સેના પ્રમુખો અને સીડીએસ (CDS) સાથે બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા કરી. આ પછી, સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ બ્રીફિંગ (MEA Press Conference on Operation Sindoor today) દ્વારા માહિતી આપી.
ADVERTISEMENT
આજે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પ્રેસ કોન્ફરન્સ (MEA Press Conference on Operation Sindoor today)ની શરૂઆતમાં કહ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ બ્રીફિંગમાં અમે કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન, ભારતે પાકિસ્તાનને કડક જવાબ આપ્યો છે. છેલ્લા ૨-૩ દિવસમાં પાકિસ્તાની પ્રવૃત્તિને ઉશ્કેરણીજનક માનવામાં આવી છે, તેના જવાબમાં ભારત સંપૂર્ણ જવાબદારી સાથે જવાબ આપી રહ્યું છે.
VIDEO | Special MEA Press Briefing on India-Pak Military Conflict: Foreign Secretary Vikram Misri (@VikramMisri) says, "As you are seeing, Pakistani claims about the activities that they have undertaken continue to be heavy on lies, misinformation, and propaganda. On top of that,… pic.twitter.com/qOrXPX2vm6
— Press Trust of India (@PTI_News) May 10, 2025
વિદેશ મંત્રાલય પ્રેસ બ્રીફિંગના મુખ્ય મુદ્દાઃ
અમે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપી રહ્યા છીએ.
પાકિસ્તાને ભારે હથિયારોનો ઉપયોગ કર્યો.
પાકિસ્તાની પ્રવૃત્તિઓ ઉશ્કેરણીજનક છે.
પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાને ગોળીબાર કર્યો.
પાકિસ્તાને નાગરિક વિમાનનો ઉપયોગ ઢાલ તરીકે કર્યો.
પાકિસ્તાને મિસાઇલ હુમલો કર્યો.
પાકિસ્તાનના ચાર એરબેઝ પર કાર્યવાહી કરવામાં આવી.
પાકિસ્તાને ઘણા ખોટા સમાચાર ફેલાવ્યા.
સેનાએ પાકિસ્તાન સામે કરેલી કાર્યવાહીનો વીડિયો જાહેર કર્યો.
પાકિસ્તાને ૨૬ સ્થળોએ હવાઈ ઘૂસણખોરી કરી.
પાકિસ્તાને તોપથી ગોળીબાર કર્યો.
કર્નલ સોફિયા કુરેશી (Colonel Sofia Qureshi)એ કહ્યું, પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો પર સતત હુમલા કરી રહી છે. તેણે ભારતીય લશ્કરી સ્થાપનો પર હુમલો કરવા માટે ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, લડાયક શસ્ત્રો અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. ભારતે ઘણા ખતરાઓનો સામનો કર્યો છે. પાકિસ્તાને ૨૬ થી વધુ સ્થળોએ હવા દ્વારા ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો અને તેમણે ઉધમપુર, ભૂજ, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના મથકો પર અમારા સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું.
VIDEO | Special MEA Press Briefing on India-Pak Military Conflict: Col Sofiya Qureshi says, "India targeted Command and Control centres, radar sites and ammunition dumps... Sialkot aviation base also targeted with precision ammunition. India ensured minimum collateral damage."… pic.twitter.com/xAuXzlitxK
— Press Trust of India (@PTI_News) May 10, 2025
સેનાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને પંજાબમાં વાયુસેનાના બેઝને નિશાન બનાવવા માટે રાત્રે ૧.૪૦ વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. તેમણે આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલો કર્યો હતો.
તમને જણાવી દઈએ કે, મિસાઇલ અને ડ્રોન હુમલાની નિષ્ફળતાથી હતાશ થઈને, પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાતભર જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)માં નિયંત્રણ રેખા (LoC) નજીક નાગરિક લક્ષ્યો પર ભારે ગોળીબાર કર્યો અને પછી શુક્રવારે સાંજે બારામુલ્લા (Baramulla)થી ભુજ (Bhuj) સુધીના ૨૬ શહેરોમાં ડ્રોન હુમલા કર્યા. આ દરમિયાન, શ્રીનગર એરપોર્ટ (Srinagar Airport) અને અવંતિપુરા એરબેઝ (Avantipura Airbase)ને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતે હવાઈ સંરક્ષણ પ્રણાલીથી આ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. મોટાભાગના પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. ભારતના હુમલાઓથી બચવા માટે, તે તેના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહ્યું છે. ડ્રોન હુમલાની સાથે, પાકિસ્તાન નૌશેરા, પૂંછ અને કુપવાડામાં નિયંત્રણ રેખા પર મોર્ટાર અને બંદૂકોથી માત્ર નાગરિક વિસ્તારો જ નહીં પરંતુ ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવી રહ્યું છે. ભારતીય સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે અને પાકિસ્તાનની દરેક મિસાઇલને હવામાં તોડી પાડવામાં આવી છે.

