ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયામાં BMCએ આ જગ્યાનું મહિનાનું ઓછામાં ઓછું ભાડું ૬.૬૫ લાખ રૂપિયા નક્કી કર્યું છે તેમ જ દરેક રિન્યુઅલમાં ભાડામાં પાંચ ટકાનો વધારો થશે એમ જણાવ્યું
પ્રતીકાત્મક તસવીર
મલબાર હિલ વ્યુઇંગ ગૅલરી પર્યટકોનું મનપસંદ સ્થળ બની ગઈ છે. કમલા નેહરુ પાર્ક નજીક સાઉથ મુંબઈના સૌથી ઊંચા પૉઇન્ટ પર આવેલી આ વ્યુઇંગ ગૅલરીમાંથી ટેલિસ્કોપથી મુંબઈ શહેરની સ્કાયલાઇન, ગિરગામ ચોપાટી અને ક્વીન્સ નેકલેસનો અદ્ભુત નજારો માણી શકાય છે. વ્યુઇંગ ગૅલરીની સાથે હવે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની અહીં કૅફે અને આર્ટ ગૅલરી શરૂ કરવાની યોજના છે જેને માટે વ્યુઇંગ ગૅલરીની જગ્યા લીઝ પર આપવામાં આવશે.
કૅફેમાં માત્ર રેડીમેડ ફૂડ અને ચા-કૉફી તેમ જ કોલ્ડ ડ્રિન્ક્સ સર્વ કરવાની પરવાનગી હશે. ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયામાં BMCએ આ જગ્યાનું મહિનાનું ઓછામાં ઓછું ભાડું ૬.૬૫ લાખ રૂપિયા નક્કી કર્યું છે તેમ જ દરેક રિન્યુઅલમાં ભાડામાં પાંચ ટકાનો વધારો થશે એમ જણાવ્યું છે. આ યોજનાથી BMCને સારી આવક થવાનો અંદાજ છે. જોકે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોને ગંદકી ફેલાવાની સાથે બીજા અનેક પ્રશ્નો ઊભા થવાની ચિંતા છે.
ADVERTISEMENT
એક સામાજિક કાર્યકર સંતોષ દૌંડકરે જણાવ્યું હતું કે ‘વ્યુઇંગ ગૅલરીમાં કૅફેટેરિયા શરૂ થશે તો ગંદકી નહીં થાય એની જવાબદારી કોણ લેશે? BMCના પ્લાન મુજબ જો કૉન્ટ્રૅક્ટર પાસેથી દર મહિને જગ્યા લીઝ પર આપવાના આટલા બધા રૂપિયા લેવામાં આવશે તો એ જોવાનું રહેશે કે કૉન્ટ્રૅક્ટર ફૂડ કેટલું મોંઘું વેચશે અને કયા લોકોને એ પોસાશે?’

