રિતેશ દેશમુખની ફિલ્મના શૂટિંગ વખતે બની હતી આ ઘટના
સૌરભ શર્મા
ઍક્ટર-ડિરેક્ટર રિતેશ દેશમુખની મરાઠી ફિલ્મ ‘રાજા શિવાજી’ના શૂટિંગ વખતે ડાન્સર સૌરભ શર્મા હાથ-મોઢું ધોવા નદીમાં ઊતર્યો હતો અને નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો. સાતારા જિલ્લામાં કૃષ્ણા અને વેણા નદીના સંગમસ્થળે મંગળવારે સાંજે આ બનાવ બન્યો હતો. રાહત અને બચાવકાર્યની ટીમ અને સ્થાનિક લોકોને આશરે બે દિવસ શોધખોળ કર્યા બાદ આખરે ગુરુવારે સવારે તેનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. હાલમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને પોલીસ તપાસ આગળ વધારી છે.

