યુદ્ધના ઓછાયાની વાત જવા દો, લોકો પરિવાર અને બાળકો સાથે ગેલ-ગમ્મત કરી આનંદ કરતા નજરે ચડ્યા હતા
જુહુ બીચ
ભારત–પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ પર પણ હુમલો થઈ શકે એવી શંકા અસ્થાને નથી ત્યારે સૈન્યના જવાનોએ ગઈ કાલે બપોરે જુહુના દરિયામાં મોટરબોટથી ખાસ પૅટ્રોલિંગ કરીને બધું ચેક કર્યું હતું. જોકે સાંજે મુંબઈગરાઓ જુહુ ચોપાટી પર મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. યુદ્ધના ઓછાયાની વાત જવા દો, લોકો પરિવાર અને બાળકો સાથે ગેલ-ગમ્મત કરી આનંદ કરતા નજરે ચડ્યા હતા. તસવીરો : દીપ બને અને સતેજ શિંદે

