પુણેનો એક મોટો બિલ્ડર પણ આ મામલામાં સંકળાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલાની તપાસ ચંદનનગર પોલીસની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પુણેના ચંદનનગર પોલીસ-સ્ટેશનનો આરોપી ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર લાંડગે.
પુણેના એક નામચીન ગુંડા સાથે મટનની પાર્ટી કરવાને લીધે પોલીસ પર કાર્યવાહી કરવાની ઘટના તાજી છે ત્યારે પુણેના જ ચંદનનગર પોલીસ-સ્ટેશનમાં ૧૦ એકર જમીનના વિવાદમાં આર્થિક ફાયદો મેળવવા માટે પદનો દુરુપયોગ કરવાનો મામલો નોંધાયો છે. પોલીસે ચંદનનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર લાંડગે સહિત ચાર લોકો સામે FIR નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ પુણેના વાઘોલીમાં ૧૦ એકર જમીન હડપવાના ઉદ્દેશથી ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર લાંડગેએ આનંદ ભગત, શૈલેશ ઠોંબરે અને અપર્ણા વર્મા નામની વ્યક્તિઓ સાથે મળી જમીનની માલિકીના બોગસ ડૉક્યુમેન્ટ્સ તૈયાર કરાવીને જમીન હડપવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી છે. પુણેનો એક મોટો બિલ્ડર પણ આ મામલામાં સંકળાયેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલાની તપાસ ચંદનનગર પોલીસની એક ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

