એક યુવાન સોશ્યલ મીડિયામાં વિડિયો બનાવીને ફેમસ થવા માટે ઘોડાને ઘસીટવાનો સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો
વાઇરલ વિડિયોમાંથી સ્કીનશૉટ
બૅન્ગલોરમાં પ્રાણીઓ પર થતી ક્રૂરતાનો એક વિચિત્ર કિસ્સો બન્યો છે જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ઘોડા પર બેસીને સવારી કરવી એક વાત છે, પરંતુ સ્કૂટર પર બેસીને સ્પીડમાં જવું અને સાથે ઘોડાની લગામ પકડી રાખીને એને દોડાવવો એ પ્રાણી માટે તો જોખમી છે જ, પણ રસ્તા પરના અન્ય રાહદારીઓ માટે પણ જોખમી છે. એક યુવાન સોશ્યલ મીડિયામાં વિડિયો બનાવીને ફેમસ થવા માટે ઘોડાને ઘસીટવાનો સ્ટન્ટ કરતો જોવા મળ્યો હતો અને એને કારણે પ્રાણીહક માટે લડતી સંસ્થાઓએ હોબાળો મચાવ્યો હતો. સ્કૂટરચાલકે હેલ્મેટ પણ નહોતી પહેરી અને એક હાથમાં મોબાઇલ લઈને પોતે જ આ ઘટનાનું રેકૉર્ડિંગ કરતો હતો. ઘોડો સ્કૂટરની ગતિ સાથે દોડવા કદમથી કદમ મિલાવી રહ્યો હતો, પણ એને મુશ્કેલી પડી રહી હતી.


