બૉક્સ એના કબજામાંથી પાછું મેળવવાના પ્રયાસમાં એ આક્રમક થઈ ગયો હતો. ત્યાર બાદ એણે બૉક્સ ફાડીને એમાંથી બે કેરી કાઢીને ઝાપટી પણ લીધી હતી
ગઈ કાલે બોરીવલી સ્ટેશન પરના બ્રિજ પર એક વાંદરો આવી ચડ્યો હતો અને એણે એક માણસના હાથમાંથી કેરીનું બૉક્સ ઝૂંટવી લીધું. (તસવીરો : નિમેશ દવે)
ગઈ કાલે બોરીવલી સ્ટેશન પરના બ્રિજ પર એક વાંદરો આવી ચડ્યો હતો અને એણે એક માણસના હાથમાંથી કેરીનું બૉક્સ ઝૂંટવી લીધું હતું. આ બૉક્સ એના કબજામાંથી પાછું મેળવવાના પ્રયાસમાં એ આક્રમક થઈ ગયો હતો. ત્યાર બાદ એણે બૉક્સ ફાડીને એમાંથી બે કેરી કાઢીને ઝાપટી પણ લીધી હતી. જોકે પબ્લિકે બહુ હોહા કરી એને પગલે આખરે એ કેરીનું બૉક્સ મૂકીને ભાગી છૂટ્યો હતો.

