ઈલૉન મસ્ક દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયા બાદ મસ્કની નેટવર્થમાં ૮૨ ટકા (૧૮૯ બિલ્યન ડૉલર)નો વધારો થયો છે
મુકેશ અંબાણી
દેવું વધવાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં ગયા વર્ષની સરખામણીમાં ૧ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ કારણે તેઓ વિશ્વના ટોચના ૧૦ સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ માહિતી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ ૨૦૨૫માં આપવામાં આવી છે.ઈલૉન મસ્ક દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે. ડોનલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાયા બાદ મસ્કની નેટવર્થમાં ૮૨ ટકા (૧૮૯ બિલ્યન ડૉલર)નો વધારો થયો છે અને તેમની સંપત્તિ ૪૨૦ બિલ્યન ડૉલર છે. ઍમૅઝૉનના ફાઉન્ડર જેફ બેઝોસ ૨૬૬ બિલ્યન ડૉલરની સંપત્તિ સાથે બીજા નંબરે છે અને મેટાના માર્ક ઝકરબર્ગ ૨૪૨ બિલ્યન ડૉલરની સંપત્તિ સાથે ત્રીજા નંબરે છે. ટૉપ ટેનના લિસ્ટમાં એકેય ભારતીય નથી.

