BEST દ્વારા મિનિમમ ભાડામાં સીધો બે ગણો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય બસનું મિનિમમ ભાડું જે પાંચ રૂપિયા હતું એ હવે ૧૦ રૂપિયા ચૂકવવું પડશે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનની જેમ જ મુંબઈગરા માટે મહત્ત્વની એવી પબ્લિક ટ્રાન્સપોર્ટની બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સ્પોર્ટ (BEST)ની બસનાં ભાડાંમાં આજથી વધારો કરવામાં આવ્યો છે.
BEST દ્વારા મિનિમમ ભાડામાં સીધો બે ગણો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય બસનું મિનિમમ ભાડું જે પાંચ રૂપિયા હતું એ હવે ૧૦ રૂપિયા ચૂકવવું પડશે. એ જ રીતે ઍર-કન્ડિશન્ડ (AC) બસનું મિનિમમ ભાડું જે ૬ રૂપિયા હતું એ વધારીને ૧૨ રૂપિયા કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
બસનું ભાડું (રૂપિયામાં) |
||
અંતર |
સામાન્ય બસનું ભાડું |
AC બસનું ભાડું |
પાંચ કિલોમીટર |
૧૦ |
૧૨ |
૧૦ કિલોમીટર |
૧૫ |
૨૦ |
૧૫ કિલોમીટર |
૨૦ |
૩૦ |
૨૦ કિલોમીટર |
૩૦ |
૩૫ |

