રવિ શાસ્ત્રીની સીધી વાત, નો બકવાસ
રવિ શાસ્ત્રી
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે કૉમેન્ટરી દરમ્યાન વિરાટ કોહલીની બાવનમી વન-ડે સેન્ચુરીનું વર્ણન કરતી વખતે થોડામાં ઘણું કહી દીધું હતું. વિરાટે જેવી બાઉન્ડરી ફટકારીને સદી પૂરી કરી એટલે તરત જ રવિ શાસ્ત્રીએ પોતાના જોશીલા અંદાજમાં કહ્યું હતું : ઇટ્સ નંબર ફિફ્ટી ટૂ, ગેટ્સ ઇટ વિથ અ બાઉન્ડરી... ઘણા સમય પછી આ સેન્ચુરી આવી છે. વિરાટ હવે આ જ ફૉર્મેટમાં રમે છે અને આ સેન્ચુરીથી તેણે ઘણા લોકોને ચૂપ કરી દીધા હશે.
રવિ શાસ્ત્રીનો સીધો ઇશારો ગૌતમ ગંભીર અને અજિત આગરકર પ્રત્યે હતો, જેઓ વિરાટ કોહલીની પાછળ પડી ગયા છે.


