પાલઘરના માનગાવમાં રહેતી મહિલાને ત્યાં ગયા મહિને ઇન્કમ-ટૅક્સના બે બનાવટી ઑફિસર આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના માનગાવમાં રહેતી મહિલાને ત્યાં ગયા મહિને ઇન્કમ-ટૅક્સના બે બનાવટી ઑફિસર આવ્યા હતા અને તેઓ પોતાનાં ઓળખકાર્ડ બતાવીને સર્ચ-ઑપરેશન કરવાનું છે કહીને ધમકાવીને તેના કબાટમાં રાખેલા ૫૫.૮૦ લાખ રૂપિયા લઈને ચાલ્યા ગયા હતા. પછીથી શંકા જતાં મહિલાએ બોઇસર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે બોઇસર ચિલ્હર રોડ, મુંબઈ-અમદાવાદ હાઇવે અને મનોર-ભિવંડી રોડ પરના CCTV કૅમેરાનાં ફુટેજ ચેક કરીને આખરે કેસના મુખ્ય આરોપી ફૈયાઝ કાદર કાઝી ઉર્ફે મનીષ પાવસકરને ઝડપી લીધો હતો. ફૈયાઝ મૂળ રત્નાગિરિના રાજાપુરનો રહેવાસી છે. પોલીસ તેના સાગરીતને શોધી રહી છે.


