ટ્રી-ઑથોરિટી ડિપાર્ટમેન્ટ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે મળીને ઝાડ કાપીને એને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
થાણે-પશ્ચિમમાં ભક્તિ મંદિર રોડ પર હ્યુન્દાઇના શોરૂમ નજીક એક મોટું ઝાડ રસ્તા તરફ પડ્યું હતું
થાણે-પશ્ચિમમાં ભક્તિ મંદિર રોડ પર હ્યુન્દાઇના શોરૂમ નજીક એક મોટું ઝાડ રસ્તા તરફ પડ્યું હતું. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. વર્ષો જૂના આ ઝાડનાં મૂળિયાં એટલાં ઊંડાં હતાં કે આખો રસ્તો અને રસ્તાની બાજુમાં આવેલી કમ્પાઉન્ડ-વૉલ પણ મૂળિયાં સાથે ઊખડીને તૂટી ગઈ હતી. રવિવારે સવારે ૯.૪૨ વાગ્યે આ બનાવ બન્યો હતો. એ સમયે અહીંથી કોઈ વાહન કે વ્યક્તિ પસાર થતું ન હોવાથી જાનહાનિ ટાળી શકાઈ હતી. ટ્રી-ઑથોરિટી ડિપાર્ટમેન્ટ, ફાયર-બ્રિગેડ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટીમે મળીને ઝાડ કાપીને એને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

