છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વાર કૉન્ગ્રૅસ ડબલ ડિજિટમાં પહોંચવામાં પણ નિષ્ફળ ગઈ હતી
ગઈ કાલે ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં હતાં ત્યારે દિલ્હીની કૉન્ગ્રેસની ઑફિસ પર સન્નાટો છવાયેલો હતો
માત્ર ૬ વિધાનસભા બેઠકો પર વિજય મેળવીને કૉન્ગ્રૅસે બિહારની વિધાનસભા ચૂંટણીના પોતાના ઇતિહાસમાં અત્યાર સુધીનું બીજા નંબરનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું. આ પહેલાં ૨૦૦૫માં બિહારમાં એક નહીં બે વાર વિધાનસભા ચૂંટણી થઈ હતી ત્યારે ફેબ્રુઆરી અને ઑક્ટોબરમાં યોજાયેલી બે જુદી-જુદી વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રૅસને માત્ર ૧૦ અને ૯ બેઠકો જ મળી હતી, જ્યારે ૨૦૧૦માં કૉન્ગ્રૅસ માત્ર ૪ સીટોમાં સમેટાઈ ગઈ હતી. આમ છેલ્લી પાંચ વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વાર કૉન્ગ્રૅસ ડબલ ડિજિટમાં પહોંચવામાં પણ નિષ્ફળ ગઈ હતી.


