૨૪૩માંથી ૨૦૨ બેઠકો પર જ્વલંત વિજય : BJP ૮૯ બેઠકો સાથે સૌથી મોટો પક્ષ, નીતીશ કુમારના JDUને મળી ૮૫ : RJD-કૉન્ગ્રેસના મહાગઠબંધનનો સફાયો, માત્ર ૩૫ બેઠકો હાથ લાગી
ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજયને ગઈ કાલે પટનામાં ઊજવતા BJPના કાર્યકરો
૨૦૨૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જનતા દળ યુનાઇટેડ (JDU) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળા ગઠબંધન નૅશનલિસ્ટ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)નો ભારે બહુમતીથી વિજય થયો છે. વિધાનસભાની ૨૪૩ બેઠકોમાંથી NDAએ ૨૦૨ બેઠકો પર બાજી મારી છે, જ્યારે રાષ્ટ્રીય જનતા દલ (RJD)-કૉન્ગ્રેસના મહાગઠબંધનના ભાગે માત્ર ૩૫ બેઠકો આવી છે.
આ ચૂંટણીમાં NDAના સાથી પક્ષોમાં BJP ૧૦૧ બેઠકો પર, JDU ૧૦૧ બેઠકો પર, ૨૯ બેઠકો પર ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી-રામ વિલાસ (LJPRV), ઉપેન્દ્ર કુશવાહાની RLM ૬ બેઠકો પર અને જિતન રામ માંઝીની HAM ૬ બેઠકો પર ચૂંટણી લડી હતી. એમાંથી BJPને ૮૯, JDUને ૮૫, LJPRVને ૧૯, HAMને પાંચ અને RLMને ૪ બેઠકો પર વિજય મળ્યો હતો.
ADVERTISEMENT
વિપક્ષી ગઠબંધનમાં RJDના ખાતામાં ૨૫ બેઠકો આવી હતી તો કૉન્ગ્રેસને માત્ર ૬, ઇન્ડિયન ઇન્ક્લુઝિવ પાર્ટી (IIP)ને એક અને ડાબેરી પક્ષોને ૩ બેઠકો મળી હતી. વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)ને એક પણ બેઠક મળી નહોતી. RJDના નેતૃત્વમાં મહાગઠબંધનના સાથી પક્ષોમાંથી RJDએ ૧૪૩ અને કૉન્ગ્રેસ ૬૧ બેઠકો પર ચૂંટણી લડી હતી, ડાબેરી પક્ષોએ ૩૦ બેઠકો પર અને VIPએ ૯ બેઠકો પર ચૂંટણી લડી હતી.
બન્નેમાંથી એક પણ ગઠબંધનમાં ન રહેલી અસદુદ્દીન ઔવેસીની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમિન (AIMIM)ને પાંચ બેઠકો મળી હતી, જ્યારે બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ને પણ એક બેઠક મળી હતી.
|
કોને કેટલો ફાયદો, કેટલું નુકસાન |
||
|
પાર્ટી |
૨૦૨૦ |
૨૦૨૫ |
|
BJP |
૭૪ |
૮૯(+૧૫) |
|
JDU |
૪૩ |
૮૫(+૪૨) |
|
RJD |
૭૫ |
૨૫(-૫૦) |
|
કૉન્ગ્રેસ |
૧૯ |
૬(-૧૩) |
|
LJPRP |
૧ |
૧૯ (+૧૮) |


