Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સીમાંકન બિલ સામે કૉન્ગ્રેસે મોરચો માંડ્યો

સીમાંકન બિલ સામે કૉન્ગ્રેસે મોરચો માંડ્યો

Published : 28 November, 2026 03:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકસભાની વર્તમાન બેઠકો જાળવી રાખવા સહિતની ત્રણ માગણી રજૂ કરી, શનિવારે ખડગેના નેતૃત્વમાં વિપક્ષોની બેઠક યોજાશે, જેમાં એમ. કે. સ્ટૅલિન અને શરદ પવાર જૂથને બોલાવાશે, જોકે શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ બિલને સમર્થન જાહેર કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૩૦ નવેમ્બરે શરૂ થઈ રહેલા સંસદના સત્ર પહેલાં શુક્રવારે ૨૭ નવેમ્બરે કૉન્ગ્રેસ સંસદીય દળનાં ચૅરપર્સન સોનિયા ગાંધીના નિવાસસ્થાને સંસદસભ્યોની બેઠક યોજાઈ હતી. એમાં કૉન્ગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા તેમજ અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં સીમાંકન અને લોકસભાની ૫૦ ટકા બેઠકો વધારવા વિશે પક્ષનું વલણ નક્કી કરાયું હતું.
કૉન્ગ્રેસે ત્રણ મુખ્ય માગણી રજૂ કરતાં કહ્યું કે લોકસભાની વર્તમાન સંખ્યા જાળવી રાખવામાં આવે, વર્તમાન બેઠકોના આધારે જ મહિલા અનામત આપવામાં આવે અને આગામી ૨૫ વર્ષ સુધી રાજ્યો વચ્ચે બેઠકોની હાલની ફાળવણી યથાવત્ રાખવામાં આવે. બેઠક બાદ ગૌરવ ગોગોઈએ જણાવ્યું કે સરકાર સીમાંકન બિલ પાછું લાવવા પ્રયાસ કરી રહી છે. શનિવારે ખડગેના નેતૃત્વમાં વિપક્ષોની બેઠક યોજાશે, જેમાં એમ. કે. સ્ટૅલિન અને શરદ પવાર જૂથને બોલાવાશે, જોકે શરદ પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ બિલને સમર્થન જાહેર કર્યું છે.
કૉન્ગ્રેસે આરોપ મૂક્યો કે BJP સીમાંકન દ્વારા સંખ્યાબળ વધારી બંધારણ બદલવા માગે છે અને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) બાદ હવે ક્યાં કોણ મત આપશે એ નક્કી કરવા માગે છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 03:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK