૧૦ દિવસમાં ૧૫૦ કિલોમીટર ચાલીને વૃંદાવન પહોંચશે
ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી આજે દિલ્હીથી વૃંદાવનની સનાતન હિન્દુ એકતા પદયાત્રા શરૂ કરશે. આ યાત્રા દિલ્હીના કાત્યાયનીદેવી મંદિરથી શરૂ થશે અને દસ દિવસમાં ૧૫૦ કિલોમીટરની પદયાત્રા કરીને ૧૩ નવેમ્બરે મથુરા પહોંચશે. એ પછી ચાર દિવસ વૃંદાવનના ચારધામ મંદિરોમાં તેમનો પડાવ રહેશે.
હૃષીકેશમાં મહિલાઓ દ્વારા મહિલાઓની જીતને સમર્પિત આરતી
ADVERTISEMENT

ગઈ કાલે હૃષીકેશના પૂર્ણાનંદ ઘાટ પર હૃષીકેશ ગંગા આરતી ટ્રસ્ટ દ્વારા પહેલી વાર મહિલા ગંગા આરતીનું આયોજન થયું હતું. પહેલી વાર વર્લ્ડ કપ જીતનારી મહિલા ક્રિકેટ ટીમને આ આરતી સમર્પિત કરવામાં આવી હતી.


