જો સરકાર સરહદપાર ઑપરેશન ફરી શરૂ કરવાનો નિર્ણય લે તો ફોર્સ દુશ્મનને ભારે નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે.
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂર પછી છ ડઝનથી વધુ આતંકવાદી લૉન્ચપૅડ સરહદ પરથી પાકિસ્તાનના અંદરના વિસ્તારોમાં ખસેડવામાં આવ્યાં છે અને જો સરકાર સરહદપાર ઑપરેશન ફરી શરૂ કરવાનો નિર્ણય લે તો ફોર્સ દુશ્મનને ભારે નુકસાન પહોંચાડવા માટે તૈયાર છે. લગભગ ૧૨ લૉન્ચપૅડ સિયાલકોટ અને ઝફરવાલના ઊંડાણવાળા વિસ્તારોમાંથી કાર્યરત છે જે બરાબર સરહદ પર નથી, એમ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.
ઑપરેશન સિંદૂર દરમ્યાન BSFએ સરહદ પર ઘણાં આતંકવાદી લૉન્ચપૅડનો નાશ કર્યા પછી પાકિસ્તાન સરકારે આવી બધી સુવિધાઓને ઊંડાણવાળા વિસ્તારોમાં ખસેડી દીધી હતી.


