દિલ્હીની AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું...
ગઈ કાલે દિલ્હીમાં વિરોધ પક્ષના નેતાઓએ ખરાબ હવા અને પ્રદૂષણ માટે માસ્ક પહેરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
દિવાળી આવી ત્યારથી દિલ્હીની ઍર-ક્વૉલિટી કેમેય સુધરતી જ નથી. વહેલી સવારે સ્મૉગ અને ધૂંધળા વાતાવરણમાં પુષ્કળ પ્રદૂષકો છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ગંભીર પબ્લિક હેલ્થ-વૉર્નિંગ બહાર પાડી છે. તેમણે કહ્યું કે ‘ઝેરી સ્મૉગ હવે કોવિડ કરતાંય વધુ મૃત્યુનું કારણ બનશે. અત્યંત બારીક હવાના પ્રદૂષકો હાર્ટ-અટૅક, સ્ટ્રોક, ડિમેન્શિયા અને ઇન્ફર્ટિલિટીનું રિસ્ક વધારે છે. ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ છેલ્લા ઘણા દિવસોથી ૩૦૦થી ૪૦૦ની વચ્ચે છે જે બહુ ખરાબ અને ગંભીર સ્તરનો મનાય છે એટલે જો તમને ફેફસાંની તકલીફ હોય તો પ્લીઝ દિલ્હી છોડી દો.’


