22 એપ્રિલના જમ્મૂ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણ ફરી એકવાર વધી ગયો છે. પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને પર્યટકો પર નિશાનો સાધ્યો જેમાં 26 પર્યટકોના તેમણે કતલ કર્યા.
હાનિયા આમિર (ફાઈલ તસવીર)
22 એપ્રિલના જમ્મૂ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણ ફરી એકવાર વધી ગયો છે. પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને પર્યટકો પર નિશાનો સાધ્યો જેમાં 26 પર્યટકોના તેમણે કતલ કર્યા. આ હુમલા બાદ ભારતે એક્શન લેતા 1960નો સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી દીધી છે અને આની સાથે પાંચ-સૂત્રીય કાર્ય યોજના પણ જારી કરી. ભારતના આ નિર્ણય બાદ પાણી માટે ભારત પર આશ્રિત પાકિસ્તાનીઓને લઈને મીમ્સ પણ શરૂ થઈ ગયા છે. આ બધા વચ્ચે કેટલાક ભારતીય ચાહકોએ પાણીની બૉટલ્સથી ભરેલું એક બૉક્સ મોકલવાનો નિર્ણય લીધો. તો એક્ટ્રેસના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ પાણી-પાણીની કોમેન્ટ્સનો પૂર આવ્યો છે.
પાણી-પાણીની કૉમેન્ટ્સથી ભરાયું હાનિયા આમિરનું અકાઉન્ટ
પહલગામમાં 26 નિર્દોષ પર્યટકોની દુઃખદ હત્યા બાદ ભારતે પાડોશી દેશ પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે અને સિંધુ જળ સંધિ પર સ્ટે મૂકી દીધો છે. જેના પછી સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. તો ભારતમાં જબરજસ્ત ફેન ફૉલોઇંગ ધરાવતી પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર પણ આનાથી બચી શકી નથી. અનેક યૂઝર્સ એક્ટ્રેસના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મજાક કરતી કોમેન્ટ્સ કરી રહ્યા છે અને તેને એ પૂછી રહ્યા છે કે પાણી મળ્યું કે નહીં, કે તેણે પાણી પીધું કે નહીં? તો કેટલાક યૂઝર્સ રૅપર બાદશાહનું નામ લઈને પણ હાનિયાની મશ્કરી કરતાં જોવા મળ્યા.
ADVERTISEMENT
હાનિયા આમિરને ભારતીય ચાહકોએ મોકલી પાણીની બૉટલ્સ?
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં હાનિયા આમિરના ચાહકોએ એક્ટ્રેસ માટે પાણીની બૉટલ્સથી ભરેલો બૉક્સ મોકલતા જોવામાં આવ્યા. કેટલાક છોકરાઓ તે કાર્ટનને પૅક કરતાં જોવા મળ્યા, જેમાં પાણીની બૉટલ્સ મૂકેલી હતી અને તેના પર લખ્યું હતું, `હાનિયા આમિર માટે. રાવલપિંડી. પંજાબ, પાકિસ્તાન.` જો કે, કહેવામાં આવી રહ્યું છે કે હાનિયા આમિરના ચાહકોએ આ વીડિયો ફક્ત મીમના ઉદ્દેશથી બનાવ્યો હતો. પણ, અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો જોઈને નિરાશા વ્યક્ત કરી છે. તો, કેટલાક લોકોએ તર્ક આપ્યો છે કે ગંભીર સ્થિતિમાં મનોરંજન શોધવું સારી બાબત નથી.
Hania Aamir fans from India sending Water bottles to her ??pic.twitter.com/7U2GCmPIEF
— Sunanda Roy ? (@SaffronSunanda) April 29, 2025
પહલગામ હુમલા પર હાનિયા આમિરે વ્યક્ત કર્યો હતો શોક
તમને જણાવી દઈએ કે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હાનિયા આમિરે નિરાશા વ્યક્ત કરી હતી. તે થોડા પાકિસ્તાની કલાકારોમાંની એક હતી જેમણે આ હુમલા પર નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, `દુર્ઘટના જ્યાં પણ બને છે, તે આપણા બધા માટે એક દુર્ઘટના છે.` તાજેતરની ઘટનાઓથી પ્રભાવિત નિર્દોષ જીવન પ્રત્યે મારું હૃદય દુ:ખી છે. આપણે બધા દુઃખ અને આશામાં એક છીએ. જ્યારે નિર્દોષ લોકોના જીવ જાય છે ત્યારે દુઃખ ફક્ત તેમનું જ નથી હોતું. તે આપણા બધાનું છે. આપણે ગમે ત્યાંથી આવીએ, પીડાની એક જ ભાષા હોય છે. આપણે હંમેશા માનવતા પસંદ કરવી જોઈએ.
હાનિયાના બોલિવૂડ ડેબ્યૂ પર ખતરો
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા હતી કે હાનિયા આમિર ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ સાથે ફિલ્મ `સરદારજી 3`માં તેના દેખાવની ચર્ચા હતી, પરંતુ પહલગામ હુમલા પછી, તેના બોલિવૂડ ડેબ્યૂ પર હવે પૂર્ણવિરામ મૂકાતો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પહલગામ હુમલા બાદ તેમને આ પ્રૉજેક્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધી `સરદાર જી 3`ના નિર્માતાઓ દ્વારા કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.

