ભારતે પણ સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પરની ડ્યુટી બમણી કરી દીધી છે અને એ ડ્યુટીમાંથી ૩.૮ બિલ્યન ડૉલર વસૂલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પરની ટૅરિફ બમણી કરી દેતાં ભારતે પણ સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પરની ડ્યુટી બમણી કરી દીધી છે અને એ ડ્યુટીમાંથી ૩.૮ બિલ્યન ડૉલર વસૂલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ટૅરિફનો દર ૨૫ ટકાથી વધારીને ૫૦ ટકા કરવામાં આવ્યો છે.
વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (WTO)ને મોકલવામાં આવેલા એક નોટિફિકેશનમાં ભારતે આ જાણકારી આપી હતી. અમેરિકાએ સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર ૫૦ ટકા ટૅરિફ લાદી છે. ટ્રમ્પની ટૅરિફ ધમકીઓનો જવાબ આપતાં ભારતે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર વળતી ડ્યુટીનો પ્રસ્તાવ મૂક્યો હતો. મે મહિનામાં ભારતે પહેલેથી જ કહ્યું હતું કે એ બદલો લેવાનો અધિકાર અનામત રાખે છે અને જાણ કરી હતી કે એ અમેરિકાનાં મૂળ ઉત્પાદનોની શ્રેણી પર ટૅરિફ વધારવાનો ઇરાદો ધરાવે છે.
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપારકરારના પ્રથમ તબક્કાની નવી વાટાઘાટો ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારીમાં છે. હવે પહેલી ઑગસ્ટ સુધી ટૅરિફને રોકવામાં
આવી છે એટલે બન્ને પક્ષોના વાટાઘાટકારો આગામી ૨૦ દિવસમાં સોદો પાર કરવાનો પ્રયાસ કરશે.

