ભારતના સ્ટાર શટલર અને વર્લ્ડ નંબર ૧૫ પ્લેયર લક્ષ્ય સેને ગઈ કાલે જપાન માસ્ટર્સની સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં સિંગાપોરના લોહ કીન યુનને ૪૦ મિનિટની રમતમાં ૨૧-૧૩, ૨૧-૧૭થી હરાવ્યો હતો.
જપાન માસ્ટર્સની સેમી ફાઇનલમાં પહોંચ્યો લક્ષ્ય સેન
ભારતના સ્ટાર શટલર અને વર્લ્ડ નંબર ૧૫ પ્લેયર લક્ષ્ય સેને ગઈ કાલે જપાન માસ્ટર્સની સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. તેણે ક્વૉર્ટર ફાઇનલમાં સિંગાપોરના લોહ કીન યુનને ૪૦ મિનિટની રમતમાં ૨૧-૧૩, ૨૧-૧૭થી હરાવ્યો હતો. ભૂતપૂર્વ વિશ્વ ચૅમ્પિયન અને વર્તમાન નવમા ક્રમાંકિત સિંગાપોરના આ પ્લેયર સામે લક્ષ્ય સેન દસમાંથી સાત મૅચ જીત્યો છે. આજે સેમી ફાઇનલમાં તેની ટક્કર વિશ્વના તેરમા ક્રમાંકિત કેન્ટા નિશિમોટો સામે થશે.


