જોકે અગાશી પર પણ વધુમાં વધુ એકસાથે ૧૦ જણના જ અગ્નિસંસ્કાર થઈ શકે છે
કમર સમાણા પાણીમાંથી નનામી લઈ જતા પરિવારજનો અને કાશીની સાંકડી ગલીઓમાં દાહસંસ્કાર
છેલ્લા એક મહિનામાં સતત ચોથી વાર વારાણસીના મુખ્ય ઘાટો ડૂબી જાય એટલો મુશળધાર વરસાદ પડ્યો છે. આ વખતે તો ગંગા નદીનું સ્તર એટલું વધી ગયું છે કે તમામ મુખ્ય ઘાટો પાણીમાં ડૂબી ગયા છે. થોડા દિવસ પહેલાં મણિકર્ણિકા ઘાટ પાસેની અગાશી પર અગ્નિસંસ્કાર કરવાની નોબત આવી હતી. જોકે અગાશી પર પણ વધુમાં વધુ એકસાથે ૧૦ જણના જ અગ્નિસંસ્કાર થઈ શકે છે અને છેલ્લા ૪૮ કલાકમાં તો જળસ્તર વધી જતાં ઘાટ પાસેની સાંકડી ગલીઓમાં દાહસંસ્કાર થવા માંડ્યા હતા. ગલીઓમાં નનામી સાથે રાહ જોતા લોકોની લાઇન લાગી ગઈ હતી.
દશાશ્વમેધ અને શીતલા ઘાટ પર ગંગાઆરતી પણ ઘરોની અગાશી પર થવા માંડી છે જ્યારે અસ્સી ઘાટ, તુલસી ઘાટ, નમો ઘાટ, પંચગંગા ઘાટ, મણિકર્ણકા ઘાટ, હરિશ્ચંદ્ર ઘાટ સંપૂર્ણપણે જળમગ્ન થઈ ચૂક્યા છે.
ADVERTISEMENT
ગંગાના પૂરમાં પ્રયાગરાજ પણ જળમગ્ન
ગઈ કાલે ભારે વરસાદને કારણે પ્રયાગરાજના રાજાપુર વિસ્તારમાં ગંગાનું પાણી વધી જતાં શહેરમાં પાણી ફરી વળ્યાં હતાં.

