T20 એશિયા કપ 2025ની તૈયારી માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને UAEનાં ક્રિકેટ બોર્ડે ત્રિકોણીય સિરીઝનું આયોજન કર્યું છે. ૨૯ ઑગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમ્યાન રમાનારી આ ત્રિકોણીય T20 સિરીઝમાં ત્રણેય ટીમ એકમેક સામે બે વાર ટકરાશે અને ટોચની બે ટીમ ફાઇનલમાં પહોંચશે
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સનાં કેપ્ટન્સ
T20 એશિયા કપ 2025ની તૈયારી માટે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)નાં ક્રિકેટ બોર્ડે ત્રિકોણીય સિરીઝનું આયોજન કર્યું છે. ૨૯ ઑગસ્ટથી ૭ સપ્ટેમ્બર દરમ્યાન રમાનારી આ ત્રિકોણીય T20 સિરીઝમાં ત્રણેય ટીમ એકમેક સામે બે વાર ટકરાશે અને ટોચની બે ટીમ ફાઇનલમાં પહોંચશે. આ તમામ મૅચની યજમાની શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડ કરશે. ૯થી ૨૮ સપ્ટેમ્બર દરમ્યાન UAEમાં જ એશિયા કપનો રોમાંચ શરૂ થશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન અને UAE ગ્રુપ-Aમાં છે, જ્યારે અફઘાનિસ્તાન ગ્રુપ-Bમાં છે.

