દલ લેકને સ્વચ્છ કરી રહી છે વિદેશી મહિલા; શ્રાવણની કળશયાત્રા અને વધુ સમાચાર
મિડ-ડે લોગો
દલ લેકને સ્વચ્છ કરી રહી છે વિદેશી મહિલા
ADVERTISEMENT
ગઈ કાલે શ્રીનગરના દલ લેકમાંથી નેધરલૅન્ડની મહિલા એલિસ હ્યુબર્ટિના સ્પાન્ડરમૅન કચરો કાઢતી જોવા મળી હતી. સ્થાનિક લોકોમાં દલ લેકને સ્વચ્છ રાખવાની જાગૃતિ ફેલાય એ માટે તેણે આ અભિયાન આદર્યું છે.
શ્રાવણની કળશયાત્રા
આપણો શ્રાવણ મહિનો ૨૫ જુલાઈથી શરૂ થઈ રહ્યો છે, પણ દેશના ઘણા ભાગોમાં અને સમુદાયોમાં શ્રાવણની શરૂઆત ગઈ કાલે થઈ હતી. મુંબઈમાં પણ આ નિમિત્તે મહિલાઓએ કળશયાત્રા કાઢી હતી.
આ ટ્રેન આપવા બદલ આભાર
ગઈ કાલે કર્ણાટકના ચિકમગલૂરથી તિરુપતિ માટેની નવી ટ્રેન શરૂ થઈ ત્યારે આ નવી ટ્રેન-સર્વિસ બદલ આભાર માનવા ચિકમગલૂરમાં પાટા પર જઈને ટ્રેનને નમીને વંદન કર્યાં હતાં એક મહિલાએ.
રેલવે સિરિયલ-બ્લાસ્ટની ૧૯મી વરસી
મુંબઈની લોકલ ટ્રેનોમાં ૨૦૦૬ની ૧૧ જુલાઈએ એક પછી એક સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટ થયા હતા, જેમાં ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. ગઈ કાલે માહિમ સ્ટેશન પર એ સિરિયલ-બ્લાસ્ટમાં જીવ ગુમાવનારાઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ દુર્ઘટનામાં એક હાથ ગુમાવનાર મહેન્દ્ર પિતળેએ પણ શ્રદ્ધાંજલિ આપીને એ ગોઝારા અનુભવોની યાદ તાજી કરી હતી. મહેન્દ્ર પિતળે કૃત્રિમ હાથ સાથે સામાન્ય જીવન જીવી રહ્યા છે.

