એક ઘર સિવાય આવકનો ૯૦ ટકા હિસ્સો પાર્ટીને દાનમાં આપશે
ફાઇલ તસવીર
બિહારની ચૂંટણીમાં કારમા પરાજય બાદ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે ગઈ કાલે જાહેરાત કરી હતી કે તેઓ આગામી પાંચ વર્ષમાં તેમની આવકનો ૯૦ ટકા હિસ્સો તેમના પક્ષના પ્રચાર અને પ્રચારના પ્રયાસોને ટેકો આપવા માટે દાન કરશે. દિલ્હીમાં એક ઘર સિવાય તેમની બધી મિલકતો દાનમાં આપવામાં આવશે. આ સિવાય તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે મને મળવા આવનારા લોકોએ એક વર્ષમાં પાર્ટીને ઓછામાં ઓછા ૧૦૦૦ રૂપિયાનું દાન આપવું પડશે, જેઓ દાન નહીં આપે તેમને તેઓ નહીં મળે.
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પાર્ટીના પરાજયની જવાબદારી લઈને તેમણે તેમની રાજકીય સફર જ્યાંથી શરૂ થઈ હતી એ ભીતિહરવા આશ્રમનમાં ગુરુવારે આત્મચિંતન કરવા માટે મૌન વ્રત સેવ્યું હતું અને ગઈ કાલે ઉપવાસ તોડ્યો હતો.


