બિહારમાં તેમની સરકાર બનશે તો આટલી વાર્ષિક સહાય આપશે તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવ
બિહારમાં આવતી કાલે થનારી વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલાં ગઈ કાલે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે જાહેરાત કરી હતી કે જો તેઓ બિહારમાં સત્તા પર આવશે તો મહિલાઓને વાર્ષિક ૩૦,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપશે, આવતા વર્ષે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાન્તિના દિવસે તેમની સરકાર ‘માઈ બહિન માન યોજના’ હેઠળ મહિલાઓને ૩૦,૦૦૦ રૂપિયા આપશે, આ નાણાં તેમનાં બૅન્ક-ખાતાંમાં જમા કરવામાં આવશે.
૨૬૧૬ ઉમેદવારો
બિહારમાં ૬ અને ૧૧ નવેમ્બરે ચૂંટણી યોજાશે અને ૧૪ નવેમ્બરે પરિણામની જાહેરાત થશે. પહેલા તબક્કામાં ૧૨૧ બેઠકો પર અને બીજા તબક્કામાં ૧૨૨ બેઠકો પર મતદાન થશે. બન્ને તબક્કાના મળીને કુલ ૨૬૧૬ ઉમેદવારો મેદાનમાં છે


