કૈલાસ-માનસરોવર યાત્રા ૩૦ જૂનથી ઑગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે
કૈલાસ-માનસરોવર
કૈલાસ-માનસરોવર યાત્રા ૩૦ જૂનથી ઑગસ્ટ ૨૦૨૫ સુધી ચાલશે. યાત્રાનું સંચાલન રાજ્ય સરકાર અને વિદેશ મંત્રાલયના સંયુક્ત પ્રયાસથી થશે.
કૈલાસ-માનસરોવર યાત્રા કોવિડ મહામારીના કારણે ૨૦૨૦થી નથી થઈ શકી. આ વર્ષે પાંચ બૅચ ઉત્તરાખંડથી લિપુલેખ પાર કરીને યાત્રા કરશે અને ૧૦ બૅચ સિક્કિમથી નાથુ લા થઈને મુસાફરી કરશે. દરેક બૅચમાં પચાસ યાત્રાળુઓ હશે. અરજીઓ સ્વીકારવા માટે http://kmy.gov.in વેબસાઇટ ખોલવામાં આવી છે. અરજદારોમાંથી મુસાફરોની પસંદગી નિષ્પક્ષ, કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે. જોકે પાંચ વર્ષ બાદ શરૂ થઈ રહેલી કૈલાસ-માનસરોવર યાત્રા પર પણ મોંઘવારીનો માર પડશે. આ વખતે શ્રદ્ધાળુઓએ કુમાઉં મંડળ વિકાસ નિગમ (KMVN)ને ૩૫,૦૦૦ની જગ્યાએ ૫૬,૦૦૦ રૂપિયા ચૂકવવા પડશે. દરેક જથ્થાની બાવીસ દિવસની યાત્રા રહેશે.

