ભારતીય ટીમ શ્રીલંકા સામે માત્ર બે જ વન-ડે મૅચ હાર્યું છે, આ બન્ને ટીમ વચ્ચે આજે પહેલી ટક્કર થશે
ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની મહિલાઓ વચ્ચે વન-ડે ત્રિકોણીય સિરીઝનો જંગ
આજથી ૧૧ મે સુધી ભારત, શ્રીલંકા અને સાઉથ આફ્રિકાની વિમેન્સ ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે ત્રિકોણીય સિરીઝનો રસપ્રદ જંગ શરૂ થઈ રહ્યો છે. આ સિરીઝના માધ્યમથી ત્રણેય ટીમ આ વર્ષે ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપની તૈયારી પણ શરૂ કરશે. જાન્યુઆરી ૨૦૨૫માં આયરલૅન્ડ સામેની વન-ડે સિરીઝ બાદ ભારતીય મહિલાઓ પહેલી વાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમવા ઊતરશે.
ADVERTISEMENT
આજે આ ત્રિકોણીય સિરીઝની શરૂઆત ભારત અને યજમાન ટીમ શ્રીલંકા વચ્ચેની ટક્કરથી થશે. બન્ને વચ્ચે રમાયેલી છેલ્લી ત્રણેય વન-ડે મૅચમાં ભારતની જીત થઈ છે. વન-ડે ફૉર્મેટમાં થયેલી ૩૨ ટક્કરમાં ભારતે ૨૯ મૅચ અને શ્રીલંકાએ માત્ર બે મૅચ જીતી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં ત્રણ અનકૅપ્ડ પ્લેયર્સને પણ તક આપવામાં આવી છે.

