હંમેશાં તૈયાર, હંમેશાં સતર્ક : મિશન રેડી, ઍનીટાઇમ, ઍનીવેર, ઍનીહાઉ
ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવી
પહલગામમાં નિર્દોષ ટૂરિસ્ટો પર આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવ વધતો જાય છે ત્યારે ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવીએ ગઈ કાલે સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં તેમની ઑપરેશનલ રેડીનેસ દુનિયાને દેખાડી છે. ભારતીય સશસ્ત્ર દળોએ તેમની તાકાત અને તૈયારીનો આ સંદેશો સાંકેતિક ભાષામાં રજૂ કર્યો છે. એકતાનું આ સંકલિત પ્રદર્શન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે બેઉ દેશો વચ્ચે રાજદ્વારી અને લશ્કરી દબાણ વધી રહ્યું છે.
ઇન્ડિયન આર્મીએ એની સતર્કતાને ફરીથી મજબૂત બનાવતાં સોશ્યલ મીડિયા સાઇટ પર ૨૮ સેકન્ડનો વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું : હંમેશાં તૈયાર, હંમેશાં સતર્ક.
ADVERTISEMENT
ઇન્ડિયન નેવીએ પણ સોશ્યલ મીડિયામાં સજ્જ જહાજોની તસવીર સાથે ‘મિશન રેડી, ઍનીટાઇમ, ઍનીવેર, ઍનીહાઉ’ લખીને સામૂહિક સંરક્ષણ અને ઑપરેશનલ સંકલ્પની ભાવનાને પ્રદર્શિત કરી છે.
ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન નેવીની સોશ્યલ મીડિયા પરની આ પોસ્ટને પગલે સ્વાભાવિક રીતે જ પાકિસ્તાન ફફડી ઊઠ્યું છે.

